Homeટોપ ન્યૂઝએક્સ્ટ્રા મેરિટલ અફેર, તાંત્રિક અને ફેવિક્વિક! રાજસ્થાનનો ડબલ મર્ડર કેસ સાંભળીને હૃદય...

એક્સ્ટ્રા મેરિટલ અફેર, તાંત્રિક અને ફેવિક્વિક! રાજસ્થાનનો ડબલ મર્ડર કેસ સાંભળીને હૃદય ધબકારો ચૂકી જશે

રાજસ્થાનના ઉદયપુરમાં કાળજુ કંપાવનારી ઘટના બની છે. હૃદય ધબકારો ચૂકી જાય એવા આ ડબલ મર્ડર કેસમાં પોલીસે એક એવા તાંત્રિકની ધરપકડ કરી છે, જેણે તાંત્રિક વિધિના બહાને યુવક અને તેની પ્રેમિકાને શારીરિક સંબંધ બનાવવા કહ્યું તે દરમિયાન એ બંને પર ફેવિક્વિક ફેંક્યું અને પછી ચાકુ અને પથ્થર વડે તેમના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કરીને બંનેને મોતને ઘાટ ઉતારી નાંખ્યા હતાં.
ઉદયપુરના કેલાબાવડીના જંગલમાં 18 નવેમ્બરના રોજ સરકારી શિક્ષક રાહુલ મીણા (30) અને તેની પ્રેમિકા સોનુ કુંવર (28) ના નગ્નાવસ્થામાં મૃતદેહ મળી મળી આવ્યા બાદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી હતી.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંનેના લગ્ન થી ગયા હતાં અને આ મામલો પ્રેમ પ્રસંગનો લાગી રહ્યો છે. બંનેના મૃતદેહ મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન સાક્ષીના નિવેદનોના આધારે તાંત્રિક ભાલેશ કુમાર (55) અને તેના પુત્ર ગણેશલાલ જોશીને કસ્ટડીમાં લીધા હતાં અને પુછપરછ દરમિયાન તેમણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તાંત્રિક ભાલેશ કુમાર છેલ્લાં આઠ વર્ષથી ત્યાંના એક મંદિરમાં રહીને કષ્ટ નિવારણ માટે તાબીજ બનાવીને દેતો હતો. સોનુ અને રાહુલ પણ આ મંદિરમાં જતા હતાં તે દરમિયાન બંને મિત્રો બન્યા હતાં. આ કારણે રાહુલનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો, જે બાદ તેની પત્નીએ તાંત્રિક ભાલેશ સાથે મદદ માંગી હતી. તાંત્રિકે રાહુલના એક્સ્ટ્રા અફેર અંગે તેને બધી જાણકારી આપી, જે બાદ રાહુલની પ્રેમિકા સાનુ સાથે નજીક આવવાની કોશિશ કરી હતી. રાહુલ અને સોનુએ તાંત્રિકને બદનામ કરવાની ધમકી આપી હતી. છબી ખરાબ થાય તેના ડરથી તાંત્રિકે બંનેને મારી નાંખવાનું કાવતરું ચર્યું હતું. તેણે બજારમાંથી આશરે 50 ફેવિક્વિકના પાઉચ ખરીદ્યા અને તે લિક્વિડને એક જ બોટલમાં ભરી નાંખ્યા હતાં. 15 નવેમ્બરની સાંજે તેણે રાહુલ અને સોનુને જાદુ ટોણાના બહાને સુખાડિયા સર્કલ બોલાવ્યા અને એકાંત જંગલમાં લઈ ગયો હતો. ઘટનાસ્થળે બંનેને શારિરીક સંબંધ બનાવવા કહ્યું અને એ દરમિયાન ફેવિક્વિકની બોટલ બંનેના શરીર પર નાંખી દીધી હતી. બંને કંઈ સમજી શકે એ પહેલા તાંત્રિકે તેમના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કરીને તેમની હત્યા કરીને ત્યાંથી નીકળી ગયો હતાં. પોલીસે 72 કલાક અંદર હત્યાકાંડનો ખુલાસો કર્યો છે અને તાંત્રિકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular