રાજસ્થાનના અલવર જિલ્લામાં છેતરપિંડીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર બે તાંત્રિકોએ ભૂત-પ્રેત ભગાવવાના બહાને પતિ-પત્ની સાથે દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
પીડિત અમર સિંહે જણાવ્યું હતું છે છેલ્લાં ઘણા સમયથી તેની પત્નીની તબિયત ખરાબ થઈ હતી. ઘણા લોકોએ કહ્યું કે તેને નજર લાગી ગઈ છે. થોડા દિવસો બાદ એક તાંત્રિકને ઘરે બોલાવ્યો અને તેણે પત્નીને જોઈને કહ્યું કે ભૂત-પ્રેતના છાયામાં આવી ઈ છે. તાંત્રિકે પીડિતને પરિવાર સહિત સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તી દરગાહ આવવા કહ્યું હતું અને સાથે ઈલાજ માટે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થશે એવું જણાવ્યું હતું. અમર સિંહે પત્નીના દાગીના ગીરવે મૂકીને દોઢ લાખ રૂપિયાનો બંદોબસ્ત કર્યો હતો અને તે લઈને દરગાહ પહોંચ્યો હતો. તાંત્રિકે કહ્યું કે તે આ પૈસા પોતે નહીં ખોલે આ પૈસાની તે પૂજા સામગ્રી લઈને આવશે જે પત્નીના ઈલાજ માટે કામ આવશે. થોડા સમય બાદ તાંત્રિક પાછો આવ્યો ત્યારે અમર સિંહને લીલા કપડાંની એક પોટલી આપી અને 24 કલાક બાદ ખોલવાની ભલામણ કરી હતી. અમર સિંહને શંકા જતાં તેને પોટલી ખોલી તો તેમાં નોટની જગ્યા રદ્દી નીકળી. તેણે તાત્કાલિક પોલીસને ફરિયાદ કરી, પરંતુ પોલીસે મદદ ન કરી હોવાથી તે અજમેરની એસપી ઓફિસ પહોંચ્યો હતો, જે બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓની શોધ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તાંત્રિકે કહ્યું 24 કલાક બાદ પોટલી ખોલજો અને થઈ લાખો રૂપિયાની છેતરપિંડી
RELATED ARTICLES