વેબસિરીઝ સંસ્કૃતિહીનતાનું પ્રદર્શન…..
આજે વેબ સિરીઝ એક અત્યંત પ્રભાવી માધ્યમ બની ગયું છે. વેબ સિરીઝ કે ઓ.ટી.ટી.ને કોઈપણ નિયંત્રણ લાગુ થતું નથી એવું જણાય છે. દરેક વેબ સિરીઝ એ અશ્ર્લીલતા, હિંસા, અનીતિના એક એક પગલાં આગળ ધપાવવાની દિશામાં ખુલતું દ્વાર થતું જાય છે. ચેનલો પર દર્શાવવામાં આવતી સિરિયલો, અનેક કાર્યક્રમો પણ મર્યાદાહીન, બેશરમ અનૈતિક દ્રશ્યોસભર હોવાથી ધર્મ અને સંસ્કૃતિથી યુવા પેઢીને દૂર લઈ જાય છે. આવી રીતે માનસિકતા ધરાવતા બીભત્સ, અસંસ્કૃત કાર્યક્રમો કે વેબ સિરીઝો પર નિયંત્રણ હોવું આવશ્યક છે. નહિતર એ અશ્ર્લીલતા, હિંસા અને અધર્મ ભણાવતાં કાર્યક્રમો થઈ જશે. જે ના જોવાનું કે કરવાનું એ જ કરવું, એ માણસની સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે. સરકાર જ્યારે નિયંત્રણ લાવશે ત્યારે લાવે. પણ ત્યાં સુધી આપણે આપણાં બાળકો, યુવાનોને યોગ્ય દિશાદર્શન કરવું એ આપણું કર્તવ્ય છે. જેથી ભારતનો ધર્મ, સંસ્કૃતિનો પાયાનો આધાર મક્કમ રહે.
– શીલા દાતાર
કર્ણાવતી
—
દેશ વિદેશમાં બંધ પડતી બૅન્કો રોકાણકારોની હાલાકી
બૅન્કોનો હેતુ એક જ હોય છે કે રોકાણકારોના નાણાં સુરક્ષિત રહે કેમ કે ઘરમાં રાખવા નાણાં સુરક્ષિત નથી અને ચોરીનો ભય રહે છે જેને કારણે શહેરમાં આવેલી સરકારી, ખાનગી અને સહકારી બૅન્કોનો સહારો લેવો પડે છે પણ કેવળ આપણાં દેશમાં કે વિદેશમાં કે પડોશના રહેલી બૅન્કો પર સામાન્ય રોકાણકારોનો ભરોસો રહ્યો નથી. આજે બૅન્કો જે પ્રમાણે રોકાણકારોને એક પ્રકારે માનસન્માન આપે છે એ જ બૅન્ક અંગત કારણને લીધે કે ગેરનીતિને કારણે ફડચામાં કે ખોટમાં જતા રોકાણકારો પોતાના નાણાં હોવા છતાં રસ્તા પરના ભિખારી અને કંગાલ હાલતમાં જોવા મળે છે.
તાજેતરમાં યુએસ અમેરિકામાં આવેલી બે નામાંકિત બૅન્કો ખોટમાં ગઈ તેમાં રોકાણકારોના કરોડો રૂપિયા અટવાઇ ગયા છે. આમ રોકાણકારોએ કઈ જગ્યાએ રોકાણ કરવું તે સમજાતું નથી. આ અગાઉ સિલોન કોલબોમાં બૅન્ક ખોટમાં ગઈ હતી અને ગ્રાહકોના પૈસા અટવાઇ ગયા હતા. આમ પડોશી દેશ હોય કે વિદેશમાં રહેલી બૅન્કો ગ્રાહકોના નાણાં સલામત રહ્યા નથી.
બીજી બાજુ ટૂંક સમયમાં ડબલ થવાની આશામાં રોકાણકાર પોતાની મુદ્દલ પણ ખોઇ બેસે છે. આમ હવે તો રોકાણકારોએ પોતાની રીતે સલામત બનીને પોતાના
નાણાં સુરક્ષિત રહે તેવી તકેદારી રાખવી જરૂરી છે.
– હંસાબહેન ઘનશ્યામ ભરૂચા
વિરાર
—
‘ઘર… દિલ મંદિર’
ઘર તો ઘર છે… કાચું મકાન હોય કે પાકું હોય…
મહેલ જેવું ઝગમગારા… ચકાચોંદ આંખોને આંજી દેતા…
માણસનું સ્વપ્નાનું.. મનગમતું… મનપસંદ ઘર તો ઘર જ છે.
ઘર… સિમેન્ટ, માટી, રેતી કે ગારો વિ. ઈંટોથી બનેલ હોય…
પ્રેમનો વસવાટ.. શાંતિમય… હસીખુશીથી છલકતું…
ઘર.. ઘર પ્રેમ સદન.. મનમંદિર બની રહે છે…
લક્ષ્મીમાતા પણ મન મૂકી વસે છે… પ્રેમના મંદિરમાં સદાય…
ઘર… થાકેલા મહેનત… મજૂરી કરી વિશ્રામ માટે…
આરામ ફરમાવવા માટે… મનમંદિર બની રહે છે…
દુનિયા આખી ફરી… કામયાબી કદમો ચૂમે છે… જેના
તેને પણ ઘરમાં અપાર શાંતિ પ્રાપ્ત કરવા પ્રવેશવું પડે છે.
કહ્યું છે ને… ધરતીનો છેડો ઘર…
ઘર… બનાવો પ્રેમ, સ્નેહ, સુખદુ:ખમાં સાથીદારથી…
ચણતર કરો આવા અતૂટ પ્રેમથી.. પછી જુઓ કેવું ઘર બને છે તમારું…
પ્રેમ નિવાસમાં ઈશ્ર્વર પર આવન-જાવન કરે છે…
કૃપા વરસાવે છે…
ઘર.. ઘર તો છે.. દિલનું મંદિર, ભક્તિગાનોથી ગૂંજતું…
પ્રેમની સીંચાઈ કરેલું… લાગણીના તાણા-વાણાથી નિર્મિત થયેલ
ઘર… બને છે એક પ્યારું મનગમતું શાંતિનું સદન…
ઘર… દિલ મંદિર… જીવન જીવવાની કલા શીખવે છે…
– શ્રી હર્ષદ દડિયા, ઘાટકોપર પૂર્વ.