Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

૨૦૨૪ લોકસભાની ચૂંટણીના ભણકાર
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના ભણકારા વાગે છે. શાસક પક્ષ હવે વિજય માલ્યા, નીરવ મોદી, લલીત મોદી, દાઉદ, કાળુંનાણું જેવા મુદ્દાઓ પર કાર્યરત થશે. જેથી કરીને ગઈ લોકસભાની ચૂંટણીમાં આપેલા વચનો પર અમલ કરીને (દેખાડવા પૂરતું) આગામી ચૂંટણી જીતવા માટેના પેંતરા શરૂ થશે. આપણે સર્જિકલ સ્ટ્રાઈકના બણગા ફુંકીએ છીએ પણ દેશની જનતાના પૈસા લઈને બીજા દેશમાં ભાગી જનારા ભાગેડુઓને આપણે આપણા દેશમાં પાછા નથી લાવી શકતા. દાઉદ જેવા અપરાધીને આપણે શોધી નથી શકતા. તો જે લોકો સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગે છે એમના સવાલમાં તથ્ય તો છે.
શાસક પક્ષ દેશની ગરીબ જનતાની પડખે ઊભો રહેવાની બદલે દેશના અમીરોની સરકાર બની ગઈ. મોંઘવારી, ભ્રષ્ટાચાર જે યુનાઈટેડ પ્રોગ્રેસીવ અલાયન્સ (યુપીએ) સરકાર વખતે હતા, આજે પણ એજ પરિસ્થિતિ છે. પ્રજાના સેવક તરીકે જે પોતાને ઓળખાવતા હતા તે નેતાઓ માત્ર નામ ખાતર. બાકી ભારતની ગરીબ – ભોળી જનતાને તો માત્ર ચૂંટણી વખતે જ યાદ કરાય છે. જય હિન્દ.
– રીજશ બી. ઝવેરી, વ્હી. પી. રોડ, મુંબઈ-૪.

૨૦ માર્ચ, “વિશ્ર્વ ચકલી દિવસ
દર વર્ષે ૨૦ માર્ચે “વિશ્ર્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. તે પક્ષીઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. પક્ષી હંમેશાં માનવજાત સાથે સંકળાયેલું રહ્યું છે. એમાં પણ ચકલીનો કોલાહલ તો સૌથી સુંદર હોય છે. આ અદ્ભુત પક્ષી કે જેના ગળામાં માં સરસ્વતીનો વાસ છે તે આજે ભાગ્યે જ જોવા મળે છે. આ એક એવું પક્ષી છે જે છેલ્લાં દસ-બાર વર્ષમાં દરેક જગ્યાએ જોવા મળતું હતું, પરંતુ હવે તેની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. આ માટે તેનું રક્ષણ કરવું અનિવાર્ય છે. પક્ષીઓમાં નર પક્ષીઓ અને માદા પક્ષીઓ બંને છે. તેમની રચના શરીરનાં દૃષ્ટિકોણથી અલગ છે. નર પક્ષીનો પાછળનો ભાગ રાખોડી રંગનો હોય છે, તેની દાઢી અને મૂછ પર કાળા ડાઘ હોય છે તેમજ તેની કાળી ચાંચ લાંબી અને તીક્ષ્ણ હોય છે. જો પ્રકૃતિની વાત કરીએ તો નર પક્ષી ખૂબ જ ઉતાવળા હોય છે અને ક્રોધી સ્વભાવને કારણે તેઓ વિચારવાની ક્ષમતા એટલી હદે ગુમાવી દે છે કે અરીસામાં પોતાનો પડછાયો જોઈને તેની સાથે ઝઘડતા રહે છે. જ્યારે પણ તેઓ લડાઈમાં શામેલ થાય છે ત્યારે તેઓ સરળતાથી પકડાઈ શકે છે. નર અને માદા પક્ષીઓ ઘણી વખત ભેગા થાય છે, જેમાં મોટે ભાગે માદા પક્ષી જ નર પક્ષીને સંવનન માટે આકર્ષે છે. પક્ષી તેનો માળો ઘાસનાં તંતુઓ અને નરમ પીછાઓથી બનાવે છે. સામાન્ય રીતે તે પોતાનો માળો ઝાડની અંદર અથવા દીવાલમાં છિદ્ર બનાવીને બનાવે છે. તેણી તેના માળામાં ૪ થી ૬ ઇંડા મૂકે છે જે સફેદ અને લંબગોળ હોય છે. તેમના બાળકો સંપૂર્ણ ૧૮ દિવસ પછી જ ઇંડામાંથી બહાર આવે છે. ચકલી મોટાભાગે અનાજ ખાય છે.
ચકલી ઝાડ પર માળો બનાવતી નથી હંમેશાં માણસનો વસવાટ હોય એવી જગ્યાએ રહે છે. આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે, તેમના રક્ષણ માટે ઘરે ઘરે તે સચવાઈ શકે તે માટે તેમનો માળો બનાવવો જરૂરી છે. પક્ષીઓ માટે માળો તૈયાર કરવા માટે એક બોક્સનો ઉપયોગ કરવો જોઈએ જેમાં ૧.૫ ઇંચ વ્યાસનું છિદ્ર બનાવવું જોઈએ. પક્ષીઓની વિવિધ સુંદર પ્રજાતિનાં રક્ષણ માટે સમગ્ર માનવજાતને સાથે મળીને કામ કરવું જોઈએ. આ માટે આપણે પક્ષી માટે ઘર બનાવી શકીએ અને તેના રહેઠાણની વ્યવસ્થા કરી શકીએ તેમજ દરરોજ આપણા ઘરમાં પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી શકીએ. ચકલીઓનો પ્રિય ખોરાક કાંગ, ચોખા અને બાજરી છે. આપણો એક નાનકડો પ્રયાસ અનેક ચકલીઓનું જીવન બચાવી શકે છે. ચાલો આ ‘ચકલી દિવસ’ નિમિત્તે રમેશ પારેખની પંક્તિઓ યાદ કરીએ.
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું.
હવે મૂકો આંગણે મગ-ચોખાથી ચિતારેલો બાજોઠ કે ચકમક ચક્કારાણા આવ્યા.
– મિત્તલ ખેતાણી

આરોગ્યને લઈને વધુ સાવધાન….!?
દુનિયાના દેશોના લોકો આરોગ્યને લઈને વધારે સાવધાન થઈ ગયેલ છે. થોડાંક સમય પહેલાં વિશ્ર્વ આરોગ્ય સંગઠન (ઠઇંઘ) દ્વારા નવીન ચોંકાવનારો અહેવાલ જારી કરાયેલ છે!
‘ભારતીય લોકો તેમના આવકના ૧૦ ટકા હિસ્સાને સારવાર પર ખર્ચ કરી નાખે છે. અર્ધા ભારતીયની આવશ્યક આરોગ્ય સેવા સુધી પહોંચ નથી. ભારતની વસતિના ૧૭.૩ ટકા અથવા ૨૩ કરોડ નાગરિકોને વર્ષ ૨૦૦૭-૨૦૧૫ દરમિયાન સારવાર પર પોતાની આવકના ૧૦ ટકા કરતાં વધારે હિસ્સાને ખર્ચ કરવાની ફરજ પડેલ.’
‘ભારતમાં સારવાર પર પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરનાર પીડિત લોકોની સંખ્યા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની કુલ વસતિ કરતા પણ વધારે છે. ભારતની તુલનામાં સારવાર પર પોતાની આવકના ૧૦ ટકા હિસ્સાને ખર્ચ કરનાર લોકોની કુલ વસતિમાં તેમની ભૂમિકા ઓછી હોય છે. ભારતની તુલનામાં સારવાર પર પોતાની આવકનો૧૦ ટકાથી વધારે હિસ્સો ખર્ચ કરનાર લોકોની કુલ વસતિમાં શ્રીલંકામાં ૨.૯ ટકા, બ્રિટનમાં ૧.૬ ટકા, અમેરિકામાં ૪.૮ ટકા, ચીનમાં ૧૭.૭ ટકા છે.
સેન્ટર ફોર ડીસીડાયને મિક્સ ઈકનોમિક્સ ઍન્ડ પોલિસી જણાવે છે: ‘આશરે ૧૦ લાખ ભારતીય નવજાત શીશુ દર વર્ષે લાઈફના પ્રથમ ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે.’
– પ્રિન્સિપાલ કે. પી. બારોટ, અંધેરી

4 COMMENTS

  1. આદરણીય સાહેબ
    મને તમારી પાસેથી થોડી મદદની જરૂર છે. ગયા વર્ષથી હું શ્રી સોનુ સૂદનો વોટ્સએપ નંબર શોધવાનો પ્રયત્ન કરી રહી છું પણ શોધી શકતી નથી. મેં પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. હું વેબ પર શ્રી સોનુ સૂદની વિગતો તપાસું છું તે ખોટું સરનામું દર્શાવે છે. મારી ઉંમર 80 વર્ષ છે અને હું મારી મૃત માતાના ધાર્મિક સમારંભો માટે એકલા જ ભારત જવા ઈચ્છું છું. મારા પતિ વિકલાંગ છે અને બ્રેઈન સ્ટ્રોક છે તેઓ આવી શકતા નથી. મેં સાંભળ્યું છે કે સોનુ સૂદ દરેકને મદદ કરે છે તેથી તે આ મામલે મારી મદદ કરશે.
    હું મારી આંખોથી બરાબર જોઈ શકતી નથી અને હું વિકલાંગ છું મને તેમની મદદની જરૂર છે મારે ભારતમાં કોઈ સંબંધી નથી .હું તેમની પાસેથી કોઈ પૈસા માંગતી નથી પરંતુ મને માનવતાના ધોરણે જરૂર છે.
    હું રોજેરોજ બોમ્બે સમાચાર વાંચું છું અને હું સમજું છું કે બોમ્બે સમાચાર દરેકને મદદ કરે છે તેથી હું શ્રી સોનુ સૂદના વોટ્સએપ નંબર માટે બોમ્બે સમાચાર પર ગણતરી કરું છું. હું આજીજી કરુ છું મને મદદ કરો
    મને ભારતીય હોવાનો ગર્વ છે, કૃપા કરીને મને મદદ કરો
    માયાળુ સાદર
    ડોલી લાલ વાધવાણી
    તુંગ પિંગ હાઉસ 2911
    લેઈ તુંગ એસ્ટેટ
    એપી લેઈ ચાઉ, હોંગકોંગ.
    ફોન + 852 5712 5525
    Email : [email protected]

  2. આદરણીય સાહેબ
    દયાળુ જવાબ માટે આભાર. તમે આપેલો સોનુ સૂદ નંબર 1800 121 3711 જે આપે આપ્યો છે તે ઍક્સેસિબલ નથી તેથી હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને સોનુ સૂદનો વોટ્સએપ નંબર આપો જેથી હું તેને મેસેજ કરી શકું. આભાર અને ભગવાન તમને આશીર્વાદ આપે.
    ડોલી વાધવાણી

    ડોલી લાલ વાધતુંગ પિંગ હાઉસ 2911લેઈ તગ એસ્ટેએપી લેઈ ચાઉ, હોંગકોંગ. ફોન + 852 5712 5525 ઇમેઇલ: [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular