મહારાષ્ટ્રના પુણેમાં નવલે બ્રિજ પર સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં એક ટેન્કરની બ્રેક ફેઇલ થતા તેણે ઓછામાં ઓછા 47 વાહનોને ટક્કર મારી હતી. નવલે બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતને કારણે પુણે શહેરના લોકોને જબરદસ્ત આંચકો લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે આંધ્રપ્રદેશથી સતારા થઇને મુંબઈ તરફ જઈ રહેલા ટેન્કરે નવલે બ્રીજ પર કાબુ ગુમાવ્યો હતો. બ્રેક ફેઈલ થતાં ટેન્કરે અનેક વાહનોને ટક્કર મારતાં ઘણા લોકો ઘાયલ થયા હતા. બેકાબુ બનેલા ટેન્કરે 47 વાહનોને ટક્કર મારી તેમને નુક્સાન પહોંચાડ્યું હતું. અકસ્માતની જાણ થતા પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA)ની બચાવ ટીમ, એમ્બ્યુલન્સ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે નવલે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, નવલે બ્રિજ પર એક ટેન્કરની બ્રેક ફેલ થઈ ગઈ હતી, ત્યારબાદ તે અનેક વાહનો સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના રવિવારે રાત્રે 9 વાગે જણાવવામાં આવી રહી છે. આ અકસ્માતમાં ટેન્કરમાંથી ઓઈલ રોડ પર ફેલાઈ ગયું હતું, જેના કારણે જગ્યા લપસણી થઈ ગઈ હતી. તે જ સમયે, અકસ્માતને કારણે, સતારાથી મુંબઈ જતા રસ્તા પર 2 કિ.મી.થી વધુ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નવલે બ્રિજ છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનું સ્થળ બની રહ્યો છે. નવલે પુલ પર અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો થયા છે. આ પુલ પર સાંજના સમયે ભારે ભીડ જોવા મળે છે. શુક્રવારે આઉટર રિંગ રોડ પર નવલે બ્રિજ પાસે સ્પીડમાં આવતી કારે ટક્કર મારતાં એક મહિલાનું મોત થયું હતું. વહીવટી તંત્ર દ્વારા અહીંની સમસ્યાના ઉકેલ લાવવાની વારંવાર માંગણી કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
પુણેના નવલે પુલ પર ટેન્કરે 47 વાહનોને ટક્કર મારતા થયો ભીષણ અકસ્માત
RELATED ARTICLES