Homeપુરુષમાનસિક બીમારી માન્યતા અને હકીકત

માનસિક બીમારી માન્યતા અને હકીકત

તન-દુરસ્તી મન-દુરસ્તી – મુકેશ પંડ્યા

આજે કારતક સુદ પૂનમ અને દેવદિવાળી. શુભ દેવ દીપાવલિ. હિન્દુ, બૌદ્ધ, જૈન કે શીખ એવા ભારતમાં પાંગરેલા ધર્મોમાં આજની પૂનમનું ધણું મહત્ત્વ છે. જોકે, એક એવી માન્યતા પ્રચલિત છે કે પૂનમને દિવસે લોકોમાં માનસિક બીમારીઓનું પ્રમાણ વધે છે. માનસિક બીમારી વિશે બીજી ઘણી ગેરમાન્યતાઓ પ્રસરે છે તેની વાત આજે કરવી છે.
ઘણા માણસો એવા હોય છે કે તેમને શારીરિક તકલીફ અંગે જણાવવામાં કોઇ વાંધો નથી હોતો, પરંતુ માનસિક બીમારી હોવાની બાબતને સ્વીકારતા કે જણાવતા ખચકાટ અનુભવે છે. માનસિક બીમારી એટલે ગાંડપણ એવું એક લેબલ લગાડી દેવામાં આવે છે. ઘણી વ્યક્તિ પોતાને ગમે તેટલી તકલીફ હોવા છતાં મનોચિકિત્સક, સાઇકિયાટ્રીસ્ટ કે સાઇકોલોજિસ્ટ પાસે જતા અચકાય છે.
વિકસિત દેશોમાં બધા પાસે પોતાના ફેમિલી ફિઝિશિયન હોય છે એમ સાઇકિયાટ્રિસ્ટ પણ હોય છે અને તે લોકો તેમની પાસે નિયમિત જતા પણ હોય છે. તેમાં તેઓ કોઇ સંકોચ અનુભવતા નથી. જોકે આપણે ત્યાં માનસિક બીમારી વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. પરંતુ એક માનસિક દર્દના નિષ્ણાત એવા એક ગુજરાતી ડૉક્ટરે આવી ગેરમાન્યતાઓ દૂર કરી છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ચાલો જોઇએ.
ઘણા લોકો માનસિક રોગ એટલે ગાંડપણ એવો અર્થ કાઢતા હોય છે, પરંતુ આ સાચું નથી. માનસિક રોગ અનેક પ્રકારના હોય છે. જેમાં સ્કિઝોફેનિયા, ડિપ્રેશન, ચિંતારોગ, વ્યસન જેવી અનેક પ્રકારની બીમારી હોય છે. ગાંડપણ એટલે સ્કિઝોફેનિયા એ ઘણી માનસિક બીમારીઓ જેવી જ એક માનસિક બીમારી છે.
બીજી એક માન્યતા એવી છે કે માનસિક બીમારી એટલે કોઇ મંત્ર-તંત્ર કે ગ્રહોની ખરાબ અસર. માનસિક બીમારી એટલે વળગાડ. આને કારણે ઘણા માનસિક બીમારી ધરાવતા દરદીઓને લોકો ભૂત-ભૂવાની વિધિ કરવા કે ધાર્મિક સ્થળો પર જઇ ખરાબ આત્માને દૂર કરવા લઇ જાય છે જ્યારે આજના વિજ્ઞાન પ્રમાણે મગજની અંદરથી ઝરતા કેટલાક રસાયણો જેને ન્યૂરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે તેમાં વધઘટ થાય ત્યારે આ પ્રકારના રોગ થતા હોય છે.
એવી પણ એક માન્યતા છે કે આવી બીમારી ફક્ત મોટા લોકોમાં જ પ્રવર્તે છે, પણ એવું નથી. નાના બાળકોમાં પણ આવી બીમારી જોવા મળે છે.
ઘણા લોકો એવું માને છે કે માનસિક બીમારીની દવા લઇએ તો પછી તેની આદત પડી જાય છે. પરંતુ હકીકત એ છે કે ડૉક્ટરની સલાહને અનુસરવામાં આવે તો સંપૂર્ણ છોડી પણ શકાય છે.
બીજી એક માન્યતા ઘણા લોકોમાં એવી પણ ઘર કરી ગઇ હોય છે કે મગજના શેક માટે જે ઇસીટીની સારવાર કરવામાં આવે છે તેનાથી મગજ નબળું પડી જાય છે. જોકે, હાલના સમયમાં આવી સારવાર દર્દીને બેભાન કરીને આપવામાં આવે છે તેથી તેને સહેજ પણ તકલીફ પડતી નથી. આવી સારવારથી ક્યારેય મગજ નબળુ પડતું નથી.
એક એવી માન્યતા છે કે માનસિક દર્દીઓ મારઝૂડ કે તોફાન કરતા હોય છે, જ્યારે હકીકત એ છે કે મારામારી કે તોફાનો માનસિક રીતે સ્વસ્થ લોકો વધુ કરતા હોય છે. માનસિક રીતે અસ્વસ્થ લોકો તો તેમનું જીવન જોખમમાં લાગતું હોય ત્યારે ક્યારેક જ આવું વર્તન કરતા હોય છે. બધા જ દર્દીઓ આવું વર્તન કરે છે એ વાત ખોટી છે.
ઘણા લોકો એવું માને છે કે નબળાં મનના લોકોને જ માનસિક બીમારી વળગે છે, પણ એવું નથી. માનસિક બીમારી કોઇને પણ થઇ શકે છે. આપણે જેમને મક્કમ મનના માનતા હોય તેમને પણ આ બીમારી થઇ શકે છે. વળી આ બીમારી જન્મથી નથી હોતી. કોઇ એક ઉંમરે શરૂ થાય છે પછી તેમાં વધ-ઘટ થયા કરતી
હોય છે.
માનસિક રોગની દવાઓ એટલે ઊંઘની જ દવાઓ એવી માન્યતા પણ લોકોમાં ઘર કરી ગઇ હોય છે, પરંતુ આ સત્ય નથી. કેટલીક વાર ઊંઘ આવવી એ રોગની જરૂરિયાત હોય છે. આવી જરૂરિયાતવાળા દર્દીઓને જ ઊંઘની દવા અપાય છે. એમ તો ઘણી શારીરિક બીમારીઓમાં પણ દર્દીને રાહત અને આરામ મળે તે માટે ઊંઘની દવા અપાતી હોય છે. છેલ્ લા કેટલાંક વર્ષોમાં જુદાં જુદાં માનસિક રોગમાં અસરકારક હોય એવી સેંકડો દવાઓ બજારમાં આવી છે જે માનસિક દર્દીઓ પણ સામાન્ય માણસોની જેમ જ લઇ શકે છે.
પૂનમ અને માનસિક બીમારી
આપણે ત્યાં જ નહીં પૂરા વિશ્ર્વમાં એક માન્યતા ફેલાઇ છે કે પૂનમના દિવસોમાં માણસોમાં માનસિક બીમારીનું પ્રમાણ વધે છે. આપણા આયુર્વેદમાં પણ બીમારી પર ચંદ્રની અસર વિશે ઝીણું કાંતવામાં આવ્યું છે. પૂનમના ચંદ્રની પાણી પર વધુમાં વધુ અસર થાય છે એ તો હવે આજના વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે અને હકીકત એ છે કે બ્રહ્માંડે એ જ પિંડે એ ન્યાયે પૃથ્વીની જેમ આપણા શરીરની અંદર પણ ૭૦ ટકા પાણી છે. શક્ય છે કે પૂનમના દિવસે આપણા શરીરમાં રહેલા પાણી પર પણ ચંદ્રની અસર થતી હોય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર આપણા મન પર અસર કરે છે કારણ કે તે મનનો કારક છે. શક્ય છે કે આપણું ચચંળ મન પૂનમની રાતે વધુ ચંચળ બને અને તેની મનોવૈજ્ઞાનિક અસર આપણા પર પડે. પૂનમના ચંદ્રની ખરાબ અસરથી બચવા જ આ દિવસે ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું હશે. કારણ કે ઉપવાસથી શરીર અને મન નિર્મળ મક્કમ અને મજબૂત બને છે.
આયુર્વેદમાં ઉપવાસને પરમ ઔષધ માનવામાં આવ્યું છે અને ચાતુર્માસથી શરૂ થયેલા ઉપવાસનો આજે છેલ્લો દિવસ છે. આજે સાચા મનથી સાચા અર્થમાં કરેલો ઉપવાસ કે એકટાણું તમને શારીરિક કે માનસિક રીતે સક્ષમ બનાવી શકે છે. ઉ

 

RELATED ARTICLES

Most Popular