તન-દુરસ્તી મન-દુરસ્તી – ગીતા માણેક
જુવાર, બાજરો, નાગલી, કાંગ, સામો, કોદરા અથવા કોદરી જેવાં ધાન્ય માટે અંગ્રેજીમાં ‘મિલેટ’ શબ્દ વપરાય છે. વિશ્ર્વભરમાં
મિલેટ્સનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. શ્રીમંતોના ડાઈનિંગ ટેબલ પર પહોંચી ચૂકેલા મિલેટ્સના સ્વાસ્થ્ય લાભ વિશે જાણકારી આપતો લેખ.
‘છેલ્લા કેટલાક સમયથી કોઈપણ વિદેશી મહેમાન આવે ત્યારે હું બેન્કવેટમાં તેમને ભારતના મિલેટ્સની વાનગીઓ પીરસું છું.’ આવું આપણા દેશના વડા પ્રધાન કહે છે. પરદેશી મહેમાનોને મિલેટ્સ પીરસવા પાછળનું મુખ્ય કારણ એ છે કે મિલેટ્સના સ્વાસ્થ્યવર્ધક અનેક લાભ હોવા ઉપરાંત આપણા ગરીબ ખેડૂતોને તેમ જ દેશને કમાણી કરી આપનારાં આ ધાન્ય છે.
બહુ ઓછા લોકોને જાણ હશે કે મિલેટ્સ એટલે જેને સામાન્ય બોલચાલની ભાષામાં જાડું કે ખરબચડું ધાન કહેવામાં આવે છે એનું વિશ્ર્વમાં સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે.
અગાઉ આપણા દેશમાં મિલેટ્સ અથવા જાડું ધાન જ વધુ ખવાતું હતું, પરંતુ પછીના એક લાંબા સમયથી એને ગરીબોનું ધાન
કહીને ઉતારી પાડવામાં આવતું હતું, પરંતુ હવે એના સ્વાસ્થ્યવર્ધક લાભ સમજાવા લાગતા એ શ્રીમંતોના ડાઈનિંગ ટેબલ પર દેખાવા
માંડ્યાં છે.
જુવાર, બાજરો, નગલી, કંગ, સામો, કોદરા અથવા કોદરી જેવાં ધાન માટે અંગ્રેજીમાં મિલેટ્સ શબ્દનો વપરાશ થાય છે. આ ધાન એટલું પોષણયુક્ત અને સ્વાસ્થ્ય માટે લાભકારક છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સે) આવનારા ૨૦૨૩ના વર્ષને મિલેટ ઈયર તરીકે જાહેર કર્યું છે.
૨૦૨૩ને મિલેટ વર્ષ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ ભારતે મૂક્યો હતો જેને વિશ્ર્વના અન્ય ૭૦ દેશોએ અનુમોદન આપ્યું હતું. એનું કારણ એ છે કે ભારતમાં જેનું ઉત્પાદન થતું આવ્યું છે અને આપણા પૂર્વજો જે ખાતા આવ્યા છે એના સ્વાસ્થ્યવર્ધક લાભની જાણકારી હવે વિશ્ર્વને થવા માંડી છે.
ભારતની આબોહવામાં આ ધાન્ય બહુ ઓછા સમયમાં ઊગી નીકળે છે. ઉપરાત તેને પકાવવા માટે પાણી પણ ઓછું જોઈએ. ખેડૂતો પણ જો આનો પાક વધુ માત્રામાં લે તો તેમને આર્થિક લાભ થવાની સાથે દેશ માટે પણ આવક વધારનારુંં પરિબળ બને છે.
જોકે અહીં આપણે મિલેટ્સ ખાવાથી સ્વાસ્થ્યને થનારા લાભ વિશે જ વાત કરીશું.
મિલેટને હવે સુપરફૂડ કહેવું પડે એટલી હદે એના સ્વાસ્થ્યવર્ધક માટે લાભ છે. જેઓ પોતાના આરોગ્ય અંગે સજાગ છે તેઓ ઘઉં, ચોખાને જાકારો આપીને મિલેટ્સ ખાવા પર જ ઊતરી આવ્યા છે. ઘઉંમાં ગ્લુટેનનું પ્રમાણે વધુ હોય છે. જે પાચનતંત્ર અને શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એવું હવે તબીબો પણ કહેવા માંડ્યા છે.
ઘઉં – ચોખાની સરખામણીમાં મિલેટ્સના શરીર માટે અનેક ફાયદાઓ છે. મિલેટ્સ ખાવાથી અદોદળાપણું અથવા જાડી વ્યક્તિઓને વજન ઘટાડવામાં મદદરૂપ થવા ઉપરાંત ડાયાબિટીસ, હાઈ-બ્લડપ્રેશર અને હૃદયરોગમાં પણ ચમત્કારિક લાભ આપે છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મિલેટ્સ રિસર્ચ મુજબ મિલેટ્સના લાભની લાંબી યાદી આપવામાં આવી છે. નિયમિત રીતે મિલેટ્સ ખાવાથી નીચે જણાવ્યા મુજબના લાભ થાય છે.
ક અમ્લ વિરોધી એટલે કે એસિડિટી થતી નથી.
ક ગ્લુટેન મુક્ત હોય છે.
ક શરીરને વિષૈલા પદાર્થોથી મુક્ત કરે છે.
ક મિલેટ્સમાંથી મળતું વિટામીન બી-૩ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સહાયતા કરે છે.
ક સ્તન કૅન્સરથી બચાવે છે.
ક ડાયાબિટીસ ટાઈપ-૨ ઘટાડવામાં સહાયક થાય છે.
ક રક્તચાપ ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
ક હૃદયરોગથી બચાવે છે.
ક કિડની, લીવરનું કાર્ય સુચારુ રીતે થાય છે.
ક રોગપ્રતિકારક અને સ્વાસ્થ્ય પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે.
ક અસ્થમા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચારમાં સહાયક બને છે.
ક ગેસ્ટ્રિક અલ્સર તથા પેટના કૅન્સર જેવી બીમારીઓના જોખમને ઘટાડે છે.
ક કબજિયાત, શરીરમાં વાયુ વધી જવો, સોજા ચડવા તથા દુ:ખાવાની સમસ્યાને દૂર કરે છે.
ક શરીરની આંતરિક પરિસ્થિતિ તંત્રમાં પ્રિબાયોટિક – ફીડિંગ માઈક્રોફલોરાના રૂપમાં કાર્ય કરે છે. ઉ