Homeટોપ ન્યૂઝTamilnadu: 'રાજ્યપાલ શાંતિ માટે ખતરો છે’ ડીએમકેએ રાજ્યપાલને હટાવવા રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સોંપ્યું

Tamilnadu: ‘રાજ્યપાલ શાંતિ માટે ખતરો છે’ ડીએમકેએ રાજ્યપાલને હટાવવા રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સોંપ્યું

તમિલનાડુના સત્તારૂઢ પક્ષ ડીએમકેએ રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિને “શાંતિ માટે ખતરો” ગણાવ્યો છે. મેમોરેન્ડમમાં “લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને લોકોની સેવા કરતા રોકવા” માટે તેમને હટાવવાની માંગ કરવામાં આવી છે.
ડીએમકેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરેલા મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, “રાજ્યપાલ આરએન રવિએ બંધારણ અને કાયદાની રક્ષા, સંરક્ષણ અને બચાવ કરવાના શપથનું ઉલ્લંઘન કર્યું છે.” ડીએમકેનો આરોપ છે કે તે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને ક્લીયર કરવામાં બિનજરૂરી રીતે વિલંબ કરે છે.
પાર્ટીએ આરએન રવિને બંધારણીય પદ માટે અયોગ્ય જાહેર કરતા કહ્યું, “કેટલાક લોકો તેમના નિવેદનોને રાષ્ટ્ર વિરોધી ગણી શકે છે કારણ કે તેમના નિવેદનો સરકાર સામે અસંતોષ ભડકાવવાનો પ્રયાસ કરે છે. તેઓ બરતરફ થવાને લાયક છે.”
ડીએમકેએ આ મહિનાની શરૂઆતમાં “તમામ સમાન વિચારધારા ધરાવતા સાંસદોને” પત્ર લખીને આરએન રવિને હટાવવાના પ્રસ્તાવને સમર્થન આપવા વિનંતી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમિલનાડુમાં 20 બિલ રાજ્યપાલની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular