Homeદેશ વિદેશટમ ટમ સોંગ પર તમે રીલ બનાવી કે નહીં, સોશિયલ મીડિયામાં હજુ...

ટમ ટમ સોંગ પર તમે રીલ બનાવી કે નહીં, સોશિયલ મીડિયામાં હજુ પણ ધૂમ મચાવે છે

સોશિયલ મીડિયામાં ક્યારે કોણ જાણીતું થઈ જાય તે ખબર ન પડે. રંકને રાજા કરવાની તાકાત સોશિયલ મીડિયામાં છે. કોઈ ગીત કે સ્ટેપ્સ ટ્રેન્ડમાં આવી જાય પછી લોકો જાણે તેને પ્રસિદ્ધ કરવાનું બીડું ઝડપી લેતા હોય છે. થોડા સમય પહેલા કચ્ચા બાદામ કરીને એક ગીત આવ્યું હતું. સુપર સ્ટાર અને ટીવી સ્ટારથી માંડી ગામડાની ગલીઓના ડાન્સરે સોશિલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી અને આ ગીતને કોઈ ફિલ્મના ગીત કરતા પણ વધારે લોકપ્રિય બનાવી દીધું હતું. આવી જ રીતે 80ના દાયકાની ફિલ્મ સૌદાગરનું સજના હૈ મુજે સજના કે લીયે પણ તે સમય કરતા અત્યારે વધારે લોકપ્રિય બન્યું હતું. અગાઉ શ્રીલંકન ગીત મનીકે માગ હીથે પણ એટલું જ ગવાયું હતું. આવા ગીતોની ભાષા સાથે સાંભળનારાને ખાસ કઈ લેવાદેવા નથી તેઓ માત્ર ધૂનની મસ્તીમાં ડોલતા હોય છે. આવું જ એક ગીત સોશિયલ મીડિયા પર ઘણા સમયથી છવાયેલું છે. બેએક મહિના થયા પણ તેના સ્ટેપ્સ પર રીલ્સ બનતા જ રહે છે. આ ગીત છે ટમ ટમ. તમિળ ફિલ્મ એનિમીનું આ ગીત છે. નવાઈ વાત તો એ છે કે આ ગીત અને ફિલ્મ 2021માં રીલિઝ થયા હતા અને ખાસ કઈ લોકોની નજરમાં આવ્યા ન હતા, પરંતુ આ ગીત થોડા સમયથી ભારે લોકપ્રિય થયું છે. શિલ્પા શેટ્ટી, માધુરી દિક્ષિત, વિદ્યા બાલન પણ આ ગીત પર થીરકતા પોતાના કદમ રોકી શક્યા નથી. જાપાન અને તાન્ઝાનિયાથી પણ આ ડાન્સના વીડિયો શેર થઈ રહ્યા છે.
ગીતને હિન્દીમાં પણ ડબ કરવામાં આવ્યું છે. બે યુવાનની એંગેજ સેરેમનીમાં આ રોમાન્ટિક ગીત ગવાયું છે. ગીત તમિળમાં જ સાંભળવું વધારે ગમે તેવું છે. ગીતના શબ્દો છે, Malaai tum tum,
Manjaara tum tum,Maathu adikka,Mangala tum tum. આ ગીત વિવેકે લખ્યું છે અને એસ થામને ક્મ્પોઝ કર્યું છે. શ્રી વર્ધીની, સત્યા યામિની, રોશની અને તેજસ્વીની ગીતના ગાયક છે.
તો ચાલો જોઈએ તેની કેટલીક રીલ્સ. તમને પણ થીરકવાનું મન થઈ જશે.

Wow wow wow queen of reels Madhuri this is too good love it😍 🫶🏻
Thank you MD Keep sharing #MadhuriDixit 👌🖤 pic.twitter.com/Y1UDFiFkds

— madhuri_stanaccount❤️ (@sobhamdfan) February 2, 2023

“>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -