વાત આમિર ખાનની

મેટિની

ફિલ્મનામા-નરેશ શાહ

વાત આમિર ખાનની જયારે પણ ઘરમાં આવું ત્યારે પ્રથમ કાર્ય હું હાથમાં પુસ્તક લેવાનું કરતો હોઉં છું, નહીં કે ટીવીનું રિમોટ લેવાનું ક્વોટેબલ ક્વોટ જેવું આ સ્ટેટમેન્ટ આમિર ખાનનું છે. લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ સાથે જ એનું નામ ફરી ચગડોળે ચડયું છે પણ આ એ એકટર છે, જેની થ્રી ઈડિયટ અને દંગલ ફિલ્મ એશિયા ખંડમાં કદાચ, સૌથી વધુ જોવાયેલી પ્રથમ હિન્દી ફિલ્મો છે. આ વાક્યમાં અતિશયોક્તિ લાગી શકે પણ આમિર ખાન અનપ્રિડિકટેબલ પર્સનાલિટી છે. હિન્દી સિનેમાનો એક એકટર જે કરતાં ડરે એ બધું જ આમિર ખાન કોન્ફિડન્સથી કરે છે અને અભિનેતાઓ જે હોંશે હોંશે કરે તેવી તમામ વાતોને તે અતિક્રમી જાય છે, ચેક ધીસ ફેકટસ.
ચોકલેટી લવર બોય તરીકે સુપરહીટ ક્યામત સે ક્યામત તક (૧૯૮૮) આપ્યા પછી એ નેકસ્ટ ઈયર રાખ ફિલ્મ કરે છે, જેમાં તેનું કિરદાર નેગેટિવ હતું. એ પછીના દશ વરસમાં સફળતા-નિષ્ફળતાનું બૌધિજ્ઞાન પ્રાપ્ત કરીને આમિર ખાને હર જગ્યાએથી રિજેકટ (ખુદે પણ કરેલી) થયેલી લગામ પ્રોડયુસ કરવાનું આંધળુંક્યિું ર્ક્યું અને સોળ વરસમાં લાગલગાટ નોંધ લેવી પડે તેવી ફિલ્મો (તારે જમીન પર, ધોબી ઘાટ, દિલ્હી બેલી, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર જેવી) બનાવી. જેમાં હિરોઈન નહોતી અને મુખ્ય પાત્ર બાળકનું હતું એવી ડિસ્લેક્સીયા પરની તારે જમીન પર ફિચર ફિલ્મ નહીં, પણ ડોક્યુમેન્ટરી બનીને રહી જશે એવું સતત કહેવાતું રહ્યું, પણ ગજની પોતાની ચાલમાંથી ચલિત થયો નહીં. રંગ દે બસંતી સાઈન કરી ત્યારે ખુદ તેની બીજી પત્ની કિરણ રાવે કહેલું કે લોકોને આ વાર્તા નહીં ગમે… છતાં આમિરે એ ફિલ્મ કરી અને સુપરહીટ થઈ. આમિર ખાન ભુવન પણ બને, મંગલ પાંડે પણ બની જાય. રંગીલા અને ગુલામમાં ટપોરી બને તો તારે જમીન પરમાં ચિત્રકારીનો શિક્ષ્ાક બન્યા બાદ બે વરસ પછી, પિસ્તાલીસ વરસની ઉંમરે કોલેજનો ઈડિયટ સ્ટૂડન્ટ બનીને આપણી સમક્ષ્ા પેશ થાય. એ બાઈકર (ધુમ થ્રી, અગેઈન નેગેટિવ કિરદાર) હોય તો ય જચે અને ત્રણ બચ્ચીનો પહેલવાન બાપ (દંગલ) બને તો ય ગળે ઉતરી જાય એટલું જ નહીં, ગમી પણ જાય.
અન્ય ખાનો હજુ લવસ્ટોરીમાંથી નીકળવાનું નામ લેતાં નથી (અથવા ડરે છે) ત્યારે આમિર ખાન હિરોઈન વગરની ફિલ્મ પણ કરે અને ત્રણ દીકરીનો બાપ પણ બને. વિલન પણ થાય અને એલિયનનો ભેખ પણ ધરે. તેથી જ તેને પર્ફેકટનિસ્ટ તેમજ બોલીવૂડના ટોમ હેન્ક્સ તરીકેનું લેબલ મારવામાં આવે છે પણ આમિર માત્ર જોખમ ઉઠાવતો અભિનેતા જ નથી. એ સ્ટાર-એકટર (બન્નેનું વિશેષ્ાણ માત્ર તેના માટે જ વાપરી શકાય તેમ છે ) ઉપરાંત વિઝનરી પ્રોડયુસર અને માર્કેટીંગ ગુરૂનું કાતિલ કોકટેલ છે અને…
એમ. એફ. હુસૈન અને અમિતાભ બચ્ચન પર કોફી ટેબલ બુક લખનારા સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર પ્રદીપ ચંદ્ર આમિર પર લખેલાં આમિર ખાન નામના પુસ્તકમાં લખે છે તેમ, (જેના નિર્ણય અનપ્રિડિકટેબલ રહ્યાં છે એ આમિર ખાનના એટિટયૂડને સમજવા માટે) આમિર ખાનનાં ફેવરિટ એવાં આ ગીતના શબ્દો જ ઘણુંબધું બયાન કરી જાય છે. ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં, નદી મિલે સાગર મેં, સાગર મિલે કૌન સે જલ મેં, કોઈ જાને ના…
જાણીતાં અંગ્રેજી અખબાર અને મેગેઝિન માટે ફોટોગ્રાફી અને ક્યારેક લેખન પણ કરી ચૂકેલાં પ્રતિષ્ઠીત ફોટોગ્રાફર પ્રદીપ ચંદ્રએ લખેલાં આમિર ખાન પુસ્તકમાંથી તમે પસાર થાવ છો ત્યારે તમારી એ માન્યતા વધુ દૃઢ થાય છે કે, આમિર ખાન માત્ર ન ભૂતો, ન ભવિષ્યતિ જ નથી, બલ્કી અનેક અનુમાનો, ગણિત, ધારણાઓ, માન્યતાઓ કે પરંપરાઓનો કચ્ચરઘાણ કાઢી નાખનારો માઈલ સ્ટોન સરીખો માણસ છે. આમિર માત્ર પોતાના અંતરાત્માને જ તાબે થનારો કમિટેડ એકટર અને માણસ છે. નફા-નુકસાનના લોજિકને એ ધારે ત્યારે પગ તળે કચડી શકે છે. કિરણ નાગરકરના બુક લોન્ચિંગમાં દિલ્હી ગયેલા આમિર ખાને અત્યાધિક ટ્રાફિકનું કારણ જાણવા માંગ્યું તો ખબર પડી કે નર્મદા બચાવો આંદોલન
અને ભોપાલ ગેસકાંડના પીડિતોનું જંતરમંતર પર પ્રદર્શન ચાલી રહ્યું છે. આમિર જઈને તેમની સાથે બેસી ગયો. નર્મદા બચાવ આંદોલન અને મેધા પાટકરની ફેવર કરવા માટે તેના પર માછલાં ધોવાયાં અને ગુજરાતમાં તેની ફના ફિલ્મ વકરો ન કરી શકી પણ આમિરે પોતાને યોગ્ય લાગ્યું તેમ જ ર્ક્યું. સત્યમેવ જયતેના એક-બે એપિસોડ ર્ક્યા પછી તેણે સામે ચાલીને કરોડો રૂપિયાની આવક રળી આપતી પ્રોડકટમાં ચમક્વાનું છોડી દીધું. આમિર ખાન કહે છે કે, મને નથી લાગતું કે હું કોઈ નિયમબદ્ધ માણસ છું, હું બહુ કેલ્ક્યૂલેટિવ પણ નથી. મેં જિંદગીના તમામ મુશ્કેલ નિર્ણયો આવેશમાં જ લીધા છે, પછી એ શિક્ષ્ાણ છોડવાનો નિર્ણય હોય કે (પ્રથમ) લગ્નનો. અભિનેતા બનવાનો નિર્ણય પણ મેં આવેશની એક ક્ષ્ાણમાં જ ર્ક્યો હતો.
આમિર બાન્દ્રાના એ ફલેટમાં જ રહે છે, જયાં તેનું બાળપણ પસાર થયું હતું. આ ઘરમાં લગભગ બે હજાર પુસ્તકો છે એવું જણાવીને પ્રદીપ ચંદ્રની ક્તિાબ ઉમેરે છે કે, વાંચન પછી આમિરને શતરંજ અને ક્રિકેટનો શોખ છે. આમિર વિશ્ર્વાસપૂર્વક કહે છે કે મારી ફિલ્મોના શૂટીંગ વખતે કલાકારો અને ક્રૂ વચ્ચે ક્રિકેટનો મેચ ન રમાયો હોય એવું ક્યારેય બન્યું નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.