Homeટોપ ન્યૂઝઉજ્જૈનમાં ચોરીના આરોપમાં યુવકને આપી કાળજું કંપાવનારી તાલિબાની સજા

ઉજ્જૈનમાં ચોરીના આરોપમાં યુવકને આપી કાળજું કંપાવનારી તાલિબાની સજા

ઉજ્જૈનમાં કાળજુ કંપાવનારી ઘટના બની છે, જ્યાં ચોરીના આરોપમાં યુવકને બોરિંગ લિફ્ટર મશિન સાથે સાંકળથી બાંધીને લટકાવવામાં આવ્યો હતો અને લાકડીથી ઢોરમાર મારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ થયો હતો, જે બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલો આ વીડિયો 10 દિવસ જૂનો છે, જે ઉજ્જૈન જિલ્લાના સિજાવતા ગામનો હોવાનું કહેવાઈ રહ્યું છે. . હજી સુધી ફરિયાદી તરફથી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક સાથે મારપીટ કરવામાં આવતાં તે ભયભીત થઈને ગામ છોડીને જતો રહ્યો છે. શું ચોરી થઈ હતી અને એના શું સંબંધ હતા એ બાબતે હજી કંઈ જાણવા મળ્યું નથી. યુવક અહીં મજૂરીકામ કરવા માટે આવ્યો હતો.
વીડિયામાં અર્જુંન મોંગિયાએ પોતાના સાથીની મદદથી યુવકને બોરિંગ લિફ્ટ મશીન પર લટકાવી દીધો હતો. યુવકના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. આ પછી તેમણે યુવકને લાકડી વડે નિર્દયતાથી માર માર્યો હતો. મારપીટ પણ એવી છે કે જાણે કોઈ તાલિબાની સજા આપવામાં આવી રહી હોય. વીડિયોમાં ફરિયાદી વારંવાર કહેતો જોવા મળે છે કે હું તારો મામા છું, મને ન માર, હું મરી જઈશ. આ પછી પણ અર્જુન તેને સતત મારતો રહે છે.

RELATED ARTICLES

Most Popular