તલાટીઓએ ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો: પડતર પ્રશ્નો મુદ્દે આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ

આપણું ગુજરાત

પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે સરકાર સામે મોરચો માંડવાનો નિર્ણય લીધો છે. આજથી રાજ્યભરના તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. હડતાલથી રાજ્યભરમાં પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે.
નોંધનીય છે કે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં અચોક્કસ મુદતની હળતાળ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી હતી. એ સમયે રાજ્ય સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ જલ્દી લાવવામાં આવશે એવી બાંહેધરી અપાતા સમાધાન થયું હતું અને હળતાળ મોકૂફ રખાઈ હતી. એ વાતને આજે નવ મહિના જેટલો સમય વીત્યા છતાં સરકાર દ્વારા વચન પાલવમાં આવ્યું નથી. જેને લઈને રાજ્યભરના તલાટીમાં રોષનો માહોલ સર્જાયો છે. આજથી સમગ્ર ગુજરાતના તલાટીઓ હડતાળ પર ઉતરશે.
તલાટીઓએ સરકાર સમક્ષ મુખ્ય પાંચ માંગો મૂકી છે:
1- સન ૨૦૦૪-૦૫ ભરતીના તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ કરવા
2- સર્કલ ઇન્સપેક્ટર- વર્ગ-૩ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવામાં આવતા ૨૦૧૬ ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા બાબત તથા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ લેવા માટે પરિક્ષા રદ્દ કરવા બાબત
૩-રેવન્યુ (મહેસુલી) તલાટીને પંચાયત લતાટી મંત્રીમાં મર્જ કરવા બાબત અથવા તો જોબચાર્ટ અલગ કરવા
૪- ૧ જાન્યુઆરી ૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય પગાર ધોરણ પરિક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવા બાબત
૫- પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટીમંત્રીને નહિ સોંપવા અંગે અને વધારાનું ખાસ ભથ્થુ આપવા બાબત
રાજ્ય તલાટી મહામંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ૨ ઓગષ્ટથી સમગ્ર રાજ્યના તલાટીઓ દ્વારા ડિઝાસ્ટર અને હર ઘર તિરંગા યોજનાની કામગીરી કરવામાં આવશે. પરંતુ તે સિવાયની ૨૨ જેટલી કામગીરીઓ બંધ રહેશે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર તલાટીઓની માંગ સ્વીકારશે કે કેમ એ જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.