તળાજા એસ.ટી. ડેપો વર્કશોપમાં બે બસ સળગી ગઇ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: જિલ્લાના તળાજા એસ.ટી ડેપોના વર્કશોપમાં રૂટમાં જઈ આવીને મૂકી પાર્ક કરાયેલી મિનીબસમાં અચાનક જ આગ લાગી હતી ત્યારબાદ બાજુમાં પડેલી બીજી બસમાં પણ આગ લાગી હતી. આગ અને ધુમાડાના કારણે લોકોના ટોળા ઊમટ્યા હતા. આગનું કારણ અને નુકસાની જાણવા ડેપો મેનેજર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
એસ.ટી. ડેપોમાંથી નીકળતા ધુમાડા જોઇને લોકો એસ.ટી. બસ ડેપો ખાતે દોડી આવ્યા હતા. બંને બસો આગની લપેટમાં આવી જતા તળાજા પાલિકા ફાયર ટિમ દ્વારા બંને વાહનો સાથે દોડી આવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મિનીબસ આગમાં કહી શકાય કે ટોટલ લોસ થઈ ગયા હતા. ડેપો કર્મચારીએ કહ્યું હતું કે, બે બસો ને જીવના જોખમે ઊલટી ઊબકા થાય તેવી વાસ આવતી હોવા છતાંય હંકારીને દૂર લઈ જઈ આગની લપેટમાંથી બચાવી લેવાઈ હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.