મીડિયા પર ભડક્યા CJI! કહ્યું પ્રિન્ટની સરખામણીમાં ઈલેક્ટ્રોનિક મડિયા બેજવાબદાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ચીફ જસ્ટિસ (CJI) એન. વી. રમણાએ કેસની મીડિયા ટ્રાયલ પર સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, મીડિયા કાંગારુ કોર્ટ ચલાવી રહ્યું છે. આવી સ્થિતિમાં જજને પણ નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ પડે છે. પ્રિન્ટ મીડિયા હજુ પણ જવાદાર છે, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ મીડિયાની કોઈ જવાબદારી હોય એવું લાગતું નથી. અમે જોઈએ છીએ કે કોઈ પણ કેસ બાબતે મીડિયા ટ્રાયલ થાય ત્યારે અનુભવી ન્યાયાધિશો માટે નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે. ન્યાય વિતરણ સંબંધિત મુદ્દાઓ પર ખોટી માહિતી અને અજેન્ડા આધારિત ચર્ચા લોકશાહી માટે હાનિકારક હોય છે. તમારી જવાબદારીઓથી આગળ વધીને આપણી લોકશાહીને બે ડગલા પાછળ લઈ જઈ રહ્યા છો.
CJI પમણાએ જણાવ્યું હતું કે, ન્યાયાધિશો પર આજકાલ હુમલાઓ વધી રહ્યા છે. પોલીસ અને રાજકારણીઓને નિવૃત્તિ બાદ પણ સુરક્ષા આપવામાં આવી રહી છે તો ન્યાયાધિશોને પણ સુરક્ષા આપવામાં આવી જોઈએ. મારી ઈચ્છા રાજકારણમાં આવવાની હતી, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. જોકે, મને જજ બનવાનો કોઈ અફસોસ નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ન્યાયાધિશો સામાજિક વાસ્તવિકતાઓ સામે આંખ આડા કાન કરી શકતા નથી. સિસ્ટમ ટાળી શકાય એવા સંઘર્ષો અને અને બોજથી બચવા માટે ન્યાયાધીશે દબાણયુક્ત કેસને પ્રાથમિકતા આપવી પડશે.
કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા જસ્ટિસ એન. વી. રમણાએ 24 એપ્રિલ 2021ના રોજ ભારતના 48મા મુખ્ય ન્યાયાધિશ તરીકે શપધ લીધા હતાં. તેઓ હૈદરાબાદમાં કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલમાં કેન્દ્ર સરકારના સ્થાયી સલાહકાર અને રેલવે સલાહકાર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ આંધ્રપ્રદેશ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ તરીકે સેવા આપી હતી.

2 thoughts on “મીડિયા પર ભડક્યા CJI! કહ્યું પ્રિન્ટની સરખામણીમાં ઈલેક્ટ્રોનિક મડિયા બેજવાબદાર

  1. True and timely. If I were to rank responsibilities I would put social media at the bottom of the list. The next wrung up would be TV media with their emphasis on visuals rather than substance their reporting, I would be a little charitable and call it superficial. Not all print media are shining beacons of light as far as in-depth reporting is concerned. That depends on their reporters’ and editors’ seriousness about their duties and obligations in order to be truly the Fourth Pillar in democracy. Frank Moraes of The Indian Express comes to mind. His critical and impartial reporting in and on Emergency remains unmatched to date.

  2. Yet another matter of mounting heap of pending cases has come to light.
    In Tripura High Court someone filed a PIL to end Z-category security for Reliance Industries’ Mukesh Ambani. This serious and grim implications. Tripura HC obliged and ordered in favor of the applicant. This verdict was promptly, and I hasten to add rightly, appealed in Supreme Court. The SC vacated Tripura HC’s order. Now here is the rub: Tripura is far away from Mumbai where this serious affair is still unfolding. Bombay HC is cognizant of the whole picture. Tripura HC should have asked the PIL applicant to apply it in Bombay HC. The latter would have promptly dismissed it and the appeal to Supreme Court would not have occurred. Incidences like these indicate that sometimes the courts themselves create overload of cases.
    Separately another issue is why the PIL applicant chose Tripura HC. His hidden agenda, if any, needs to be investigated.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.