ભાજપની કાર્યવાહી પછી નૂપુર શર્માએ માફી માગી, કહ્યું-વારંવાર મહાદેવનું અપમાન સહન કરી શકી નહીં

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહંમદ પયગમ્બર સાહેબ અંગે ટિપ્પણી કરવાના મામલે ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એ પછી નૂપુર શર્માએ માફી માગી છે. એમણે કહ્યું છે કે મારા શબ્દોથી કોઇની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પરત લઉં છું. મારો ઇરાદો કોઇને કષ્ટ પહોંચાડવાનો નહોતો.

નૂપુર શર્માએ તેમના ટ્વીટર અકાઉન્ટ પર એક નિવેદન જાહેર કર્યું છે. આમાં તેમણે લખ્યું છે કે હું છેલ્લા કેટલાક દિવસથી ટીવી ડિબેટમાં જઇ રહી હતી. ત્યાં દરરોજ મારા આરાધ્ય શિવજીનું અપમાન કરવામાં આવી રહ્યું હતું. મારી સામે એ કહેવાઇ રહ્યું કે જ્ઞાનવાપીમાં જે મળી છે એ શિવલિંગ નહીં ફુવારો છે.

નૂપુરે આગળ કહ્યું હતું કે મને એ પણ કહેવામાં આવ્યુ હતું કે દિલ્હીની ફૂટપાથ પર ઘણા શિવલિંગ જોવા મળે છે. જાવ જઇને પૂજા કરી લો. મારી સામે વારંવાર મારા મહાદેવ શિવજીના અપમાનને હું સહી શકી નહીં અને મેં ગુસ્સામાં આવીને બોલી ગઇ. મારા શબ્દોથી કોઇની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પરત લઉં છું.

1 thought on “ભાજપની કાર્યવાહી પછી નૂપુર શર્માએ માફી માગી, કહ્યું-વારંવાર મહાદેવનું અપમાન સહન કરી શકી નહીં

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.