ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા દરેક પક્ષ જોરશોરથી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતમાં ગઢ બનાવીને બેઠેલી ભાજપને આમ આદમી પાર્ટી (AAP) મજબૂત ટક્કર આપતી જણાઈ રહી છે. AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે રવિવારે પ્રચાર દરમિયાન ભવિષ્યવાણી કરી હતી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “27 વર્ષમાં પહેલીવાર ભાજપ આટલી ગભરાયેલી છે. અહીં લોકો ડરેલા છે. મેં પહેલીવાર સાંભળ્યું છે કે મતદારો કોને વોટ આપી રહ્યા છે તે જણાવતા ડરે છે. બીજેપીના મતદારો AAPને મત આપવા જઈ રહ્યા છે. આજે હું લખીને એક ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.”
💥 @ArvindKejriwal जी की बड़ी भविष्यवाणी!💥
लिखकर दिया: गुजरात में आम आदमी पार्टी की सरकार बन रही है। pic.twitter.com/u5k8IhGpJf
— AAP (@AamAadmiParty) November 27, 2022
“>
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “મારી ભવિષ્યવાણી સાચી પડે છે. 2014માં જ્યારે દિલ્હીમાં ચૂંટણી થઈ ત્યારે મેં એક પત્રકારને લખીને કહ્યું હતું કે કોંગ્રેસને આ વખતે શૂન્ય સીટો મળશે. મેં પંજાબની ચૂંટણીમાં ઘણી આગાહીઓ કરી હતી. જે સાચી પડી છે”
જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપતાં કહ્યું કે, “જો અમારી સરકાર બનશે તો 31 જાન્યુઆરી સુધીમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરી દેવામાં આવશે. ઉપરાંત ઘણા કર્મચારીઓ, ડ્રાઇવરો, કંડક્ટર, હોમગાર્ડ અને કામદારો છે જેમના ઘણા પ્રશ્નો છે. અમે કર્મચારીઓની તમામ સમસ્યાઓ હલ કરીશું.”