વાળની રાખો સંભાળ આ રીતે ચોમાસામાં

લાડકી

હેલ્થકેર-નિધિ ભટ્ટ

ચોમાસામાં જે રીતે સ્કિન એક્સ્ટ્રા કેર માગી લે છે એ જ રીતે વાળને પણ એક્સ્ટ્રા કેરની જરૂર પડે છે, નહીં તો હેર ફૉલ, ડેન્ડ્રફ જેવી સમસ્યા તમારા હેરને ડેમેજ કરી શકે છે. હ્યુમિડિટીને કારણે વાળ ફ્રીઝી થઈ જાય છે અને તેને કારણે ડેન્ડ્રફની સમસ્યા સતાવી શકે છે, પણ યોગ્ય હેર ટ્રીટમેન્ટ અને માવજત મળે તો આ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળી શકે એમ છે.
———————
શેમ્પૂ અને કન્ડિશનરિંગ
મોન્સૂનમાં વાળને રેગ્યુલરલી શેમ્પૂ કરો. જો તમારા વાળ વરસાદમાં ભીંજાયા છે તો તો ચોક્કસ જ તેને શેમ્પૂ કરો. આને કારણે તમારા પૉર્સ ક્લીન રહેશે અને ખોડો નહીં થાય. શેમ્પૂની સાથે સાથે કન્ડિશનરિંગ પણ વાળને જાળવી રાખવા માટે એટલું જ મહત્ત્વનું છે. હેરને ફ્રીઝી અને ડ્રાય થતા અટકાવવામાં પણ કન્ડિશનરિંગ ખૂબ જ જરૂરી છે. આવું કરવાથી વાળ સૉફ્ટ અને સ્મૂધ રહેશે.
—————
ડાયેટ
તમારા હેરને જે રીતે યોગ્ય હેર પ્રોડક્ટની જરૂર હોય છે એ જ રીતે તમારા આહારની અસર પણ વાળ પર જોવા મળે છે. વાળની કાળજી રાખવા માટે તમારે તમારા આહારમાં પ્રોટીન રિચ ડાયેટ લેવું જોઈએ, જે હેર ફૉલ, સ્કૅલ્પને અનેક પ્રકારની બીમારીથી બચાવશે. દાળ, દહીં, સોયા, પાલક જેવી વસ્તુઓનો તમારે તમારા ડાયેટમાં સમાવેશ કરવો જોઈએ.
——————–
ઓઈલિંગ
વાળ માટે ઓઈલિંગ એ સૌથી મહત્ત્વનું સ્ટેપ છે, કારણ કે એને કારણે વાળ ડ્રાય નથી થતા અને હેર ફૉલમાં પણ ઘટાડો જોવા મળે છે. એટલે વાળને પરફેક્ટલી ઓઈલિંગ કરવાનું રાખો અને હા, ઓઈલિંગ રાતના સમયે જ કરો.
—————-
ફ્રીઝી હેર
વાળને ફ્રીઝી થતા અટકાવવા માટે પૉસિબલ હોય તો વાળને બાંધીને જ રાખો, કારણ કે જો તમારા વાળ ખુલ્લા હશે તો ઝડપથી ફ્રીઝી થઈ જશે. વાળ બંધાયેલા રહે તો તેમાં મોઈશ્ર્ચર જળવાઈ રહે છે અને તે ડેમેજ નથી થતા.
—————
હેર પ્રોડક્ટ્સ
અગાઉ કહ્યું એમ ચોમાસામાં વાળને સૌથી વધુ કેરની જરૂર હોય છે અને શેમ્પૂ અને કન્ડિશનર કરવાની સાથે સાથે જ હેર લૉશનનો ઉપયોગ પણ કરો. આ તમારા વાળને મજબૂત તો બનાવશે જ, પણ તેની સાથે સાથે જ હેર ફૉલ અને ડેમેજ રિપેર પણ કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.