નાણાંકીય વર્ષ 2023-24 ની એપ્રિલ મહિનામાં શરૂઆત થશે. આ સંજોગોમાં કેટલાક મહત્વના ફેરફાર એપ્રિલથી આર્થિક મોરચે જોવા મળશે. એપ્રિલના આ મહિનામાં બેંકોના કામકાજ ઓછુ થશે, કારણ કે બેન્કિંગ કેલેન્ડર પ્રમાણે એપ્રિલ,2023માં દેશની બેંકોમાં ઘણી રજાઓ છે. બેંક કર્મચારીઓને આ વખતે પણ મોટી સંખ્યામાં રજા મળનારી છે.
કેલેન્ડર જોતા સમજી શકાય કે મહિનાના તમામ રવિવારો સહિત મહિનાના ચોથા શનિવારે પણ બેંકોનું કામકાજ બંધ રહે છે. આ સંજોગોમાં આ વખતે જે રજાઓનું કેલેન્ડર જાહેર થયું છે, તેમાં એપ્રિલ મહિનામાં બેંક કર્મચારીઓ માટે અનેક રજા છે.
તો તમારી પાસે એપ્રિલમાં બેંકના કામ કરવા માટે થોડા ઓછા દિવસો છે. જાણી લો ક્યાં ક્યા દિવસે બેંક બંધ રહેશે.
એપ્રિલ 2023માં બેંકમાં રજાની યાદી
1 એપ્રિલઃ બેંક એકાઉન્ટનું ક્લોઝિંગ
2 એપ્રિલઃ રવિવારે રજા
4 એપ્રિલઃ મહાવીર જયંતી મંગળવાર
7 એપ્રિલ ગુડ ફ્રાઈડે
8 મહિનાનો બીજો શનિવાર
9 રવિવારની રજા
14 ડો. બાબાસાહેબ આમ્બેડકર જયંતી/બોહાગ બિહૂ/વૈશાખી/તમિલ નવવર્ષ દિવસ/બીજૂ મહોત્સવ
16 રવિવારનો દિવસ
21 એપ્રિલઃ ઈદ-ઉલ-ફિતર (રમઝાન ઈદ)/ગરિયા પૂજા/જુમાત-ઉલ-વિદા
22 એપ્રિલઃ મહિનાનો ચોથો શનિવાર અને રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિતર)
23 એપ્રિલઃ રવિવારની રજા
30 એપ્રિલઃ રવિવારની રજા
નવા નાણાંકીય વર્ષના પહેલા મહિનામાં જ છે કેટલી બધી બેંક હોલી ડે
RELATED ARTICLES