મુંબઈઃ ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક તેના અવનવા ગતકડાથી સોશિયલ મીડિયામાં હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે તાજેતરમાં એક બોલ્ડ પોસ્ટથી જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. નેહા મલિકે બ્લેક કલરનો ડીપનેક ડ્રેસ પોસ્ટ કરીને તેના ચાહકોના દિલ જીતી લીધા છે. નેહા મલિકે ચશ્મા પહેરીને પણ પોઝ આપ્યો છે, જે જોરદાર વાઈરલ થયા છે. બ્લેક કલરના ડીપનેક ડ્રેસ પોસ્ટ કરવામાં આવ્યા પછી જોરદાર લાઈમલાઈટમાં આવી ગઈ છે.
ઈન્સ્ટાગ્રામ પર બે કલાક પહેલા પોસ્ટ કરવામાં આવેલા નેહાએ લખ્યું છે કે એન્ડ યુ બીકમ અ ડાયમંડ યુવિલ સી વાય લાઈફ હેડ ટૂ પ્રેશર યૂ. એટલું જ નહીં, છેલ્લા ત્રણ દિવસમાં પાંચથી વધુ પોસ્ટમાં ફોટોગ્રાફ શેર કર્યા છે, જે લોકોને સૌથી વધારે ગમ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યા પછી લાખો ચાહકોએ તેની લાઈક કરી છે અને હજારો લોકોએ તેના રિએક્શન આપતા ખચકાયા નહાતો. અન્ય બીજા ફોટોગ્રાફમાં તેને ચશ્મા પહેરીને પણ પોઝ આપ્યો છે, જે લૂકમાં નેહા બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ પણ લાગે છે. એક ચાહકે તો એટલે સુધી લખ્યું હતું કે તમારા બ્યુટિફૂલ અંદાજને વ્યક્ત કરવા માટે શબ્દો મળતા નથી. હંમેશાં અન્ય અભિનેત્રીઓના માફક નેહા મલિક પણ સોશિયલ મીડિયામાં તેના બોલ્ડ અંદાજને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે, જેમાં આજના વાઈરલ ફોટોગ્રાફે તમામ હદો વટાવી નાખી છે.