મધ્યપ્રદેશના સતના જિલ્લામાં મુખ્યમંત્રી સામુહિક કન્યા વિવાહ યોજનામાં એક અનોખ જલગ્ન જોવા મળ્યા. જો કે જિલ્લાના પ્રત્યેક બ્લોકમાં મુખ્યમંત્રી કન્યા વિવાહ અંતર્ગત સામુહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ આ અનોખો અને ચર્ચામાં રહેનારો કિસ્સો રામનગરના જનપદનો છે. આ સમૂહ લગ્નમાં 135 યુલગ લગ્નગ્રંથીથી જોડાયા હતા. પણ અહીં 65 વર્ષના મોહનીયા બાઇએ 75 વર્ષના ભગવાનદીન સિંહ ગોંડ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નના સાક્ષી રાજ્યમંત્રી રામખેલાવન પટેલ પોતે હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ યુગલ છેલ્લા 10 વર્ષથી લિવ ઇન રીલેશનશીપમાં રહે છે. 65 વર્ષના મોહનિયાબાઇએ ક્યારેય લગ્ન જ નહતા કર્યા જ્યારે ભગવાનદીન સિંહ ગોંડના પત્નિનું 10 વર્ષ પહેલાં મૃત્યુ થયુ હતુ. ત્યારથી આ બંને લીવ ઇનમાં રહે છે. પહેલી પત્નીથી ભગવાનદીનને કોઇ સંતાન નથી અને ભગવાનદીન એક પગે જન્મજાત દિવ્યાંગ છે. ત્યારે ઢળતી ઉંમરે આ યુગલ એક બીજાનો સહારો બની ને રહે છે.
આ પ્રસંગે ઉપસ્થિતિ રાજ્યમંત્રી રામખેલાવન પટેલ બોલ્યા કે હવે આ આખી દુનિયા માટે એક ઉદાહરણ બની ગયું છે. આપડે અત્યાર સુધી વિદેશના આવા કેટલાંય કિસ્સા અખબારોમાં વાંચ્યા છે અને ટીવી પર જોયા પણ છે. આફ્રિકાના ગાંધી ગણાતા નેલ્સન મંડેલાએ જેલમાંથી આવ્યા બાદ 78 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. ત્યારે આપણે ત્યાં પણ આવા એક લગ્ન થયા છે જે દુનિયાને ઉદાહરણ પૂરુ પાડશે.