તાઈવાન અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આખી દુનિયા એ હકીકતથી વાકેફ છે કે ચીન તાઈવાન પર કબજો કરવા માંગે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં યુએસ સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાત બાદ યુએસ-ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધ્યો હતો. દરમિયાન એવા અહેવાલો આવ્યા છે કે તાઈવાને તેની સૌથી શક્તિશાળી મિસાઈલનો એક ભાગ સમારકામ માટે ચીનને મોકલ્યો હતો. આ અહેવાલથી તાઇવાનમાં અને દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.
તાઇવાનની મિસાઇલને Hsiung Feng III ના સમારકામ માટે મોકલવામાં આવી હતી, જે મધ્યમ અંતરની એન્ટિ-શિપ મિસાઇલ છે. તેને તાઈવાનની નેશનલ ચિંગ-શાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવી છે. સિઉંગ જમીન અને સમુદ્ર બંનેમાંથી હુમલો કરવા સક્ષમ છે. ચીનમાં આ શક્તિશાળી મિસાઈલ જવાને તાઈવાનની સુરક્ષામાં મોટી ભૂલ માનવામાં આવે છે.
તાઈવાનની મિસાઈલનું એક મહત્વનું ઓપ્ટિકલ સાધન- થિયોડોલાઈટ છે. થિયોડોલાઈટને સમારકામ માટે ચીનમાં મોકલવામાં આવ્યું હતું. તાઇવાને થિયોડોલાઇટ સ્વિસ કંપની લેઇકા પાસેથી વર્ષ 2021માં ખરીદી હતી. તેમાં ટેક્નિકલ ખામી ઊભી થતા તેને રિપેરીંગ માટે પેરન્ટ કંપનીને જ પાછુ મોકલવામાં આવ્યું હતું. સમારકામ કરાયેલ થિયોડોલાઇટ ચીનના શાનડોંગના એરપોર્ટ પરથી તાઇવાન મોકલવામાં આવ્યું હતું, જેને કારણે તાઇવાનના સુરક્ષા અધિકારીઓ પણ ચકરાઇ ગયા હતા. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ભાગનું સમારકામ સ્વિટ્ઝર્લેન્ડમાં નહીં પણ ચીનમાં થયું હતું. થિયોડોલાઇટ બનાવતી કંપનીએ સ્પષ્ટતા કરી કે એશિયામાં આ ભાગનું જાળવણી કેન્દ્ર ચીનના શેનડોંગ શહેરમાં છે. એટલે જ આ ભાગને સમારકામ માટે ચીન મોકલવામાં આવ્યો હતો, એમ કંપનીએ જણાવ્યું હતું. આ પછી, તાઈવાનની એજન્સી નેશનલ ચિંગ-શાન ઈન્સ્ટિટ્યૂટે બધુ બરાબર હોવાનું જાણ્યા બાદ તાઇવાનના સુરક્ષા અધિકારીઓના શ્વાસ હેઠા બેઠા હતા.
China-Taiwan: હેં! તાઇવાને તેની મિસાઇલ રિપેર કરવા ચીનમાં મોકલી…
RELATED ARTICLES