ઉત્સવ

દુબઈની જાહોજલાલીની કુંજી છે સ્પોર્ટ્સ

મુંબઈ સમાચાર ટીમ
દુબઈ દુનિયામાં કઈ રીતે ફેમસ થઈ ગયું એ વિશે કલ્પના કરો તો નવાઈ લાગશે, પરંતુ તેલથી નહીં, પણ ગ્લોબલ ટૂરિઝમથી વિશેષ કમાણી કરે છે. ગ્લોબલ ટૂરિઝમમાં એક નહીં એક-બે ફેક્ટર મહત્ત્વના છે. ટૂરિઝમની સાથે ગ્લોબલ સ્પોર્ટસનો પણ મોટો ફાળો છે. રમતગમત સિવાય બોલીવૂડનું પણ જોરદાર ક્નેક્શન છે.

વાત કરીએ તો ગ્લોબલ સ્પોર્ટસની તો દરેક રમતગમત માટે જમ્બો સ્ટેડિયમની સાથે દરેક પ્રકારની સુવિધા પણ મળી રહી છે. દુબઈએ તમામ રમતગમતને પ્રોત્સાહન આપે છે, જેમાં ઘોડાની રેસથી લઈને કાર રેસિંગ સુધી અને ક્રિકેટના સ્ટેડિયમનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આર્ટિફિશિયલ ફાર્મલેન્ડ બનાવવામાં આવ્યા છે અને મિનિ ફોરેસ્ટ પણ ડેવલપ કરવામાં આવ્યા છે. દરિયાના પાણીની પીવા યોગ્ય બનાવવા માટે મશીનની મદદ લેવામાં આવી છે, જ્યારે આજની તારીખે સ્પોર્ટસની દુનિયા માટે આધુનિક રીતે હરણફાળ ભરી છે. દુબઈના મુખ્ય સ્ટેડિયમમાં દુબઈ સ્પોર્ટસ સિટીનો સમાવેશ થાય છે, જેમાં ૨૫,૦૦૦ બેઠકવાળું દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું નામ પહેલું લેવાય છે. ૧૮ હોલ એલ્સ ક્લબ, આઈસીસી ગ્લોબલ ક્રિકેટ એકેડેમી, દુબઈ આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમનો સમાવેશ થાય છે. ઉપરાંત, સેવેન્સ સ્ટેડિયમ, જેમાં ક્રિકેટ, ફૂટબોલ, નેટબોલ, રગ્બી અને ટેનિસ સહિત અન્ય રમતો વિશેષ રમાય છે.

એના સિવાય દુબઈની મહત્ત્વની ચેમ્પિયનશિપમાં અરેબિયન ગલ્ફ લીગ, અબુ ધાબી ગોલ્ફ ચેમ્પિયનશિપ, મુબાડાલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ, દુબઈ ડેઝર્ટ ક્લાસિક, દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ, રગ્બી સેવન્સ અને દુબઈ વર્લ્ડ કપનો સમાવેશ થાય છે, જ્યારે યુનાઈટેડ આરબ અમિરાટ્સ (યુએઈ) પણ અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટની મેજબાની કરે છે. ભૂતકાળમાં શાહજહા કપથી લઈને અનેક ક્રિકેટ મેચની પણ મેજબાની કરે છે, તેથી ક્રિકેટપ્રેમીઓને પણ દુબઈનું વિશેષ વળગણ રહે છે.

દુબઈનું સૌથી મોટું નજરાણું દુબઈ પિક્ચર ફ્રેમ છે, જે દુનિયાની મોટી ફ્રેમ છે, જે સંયુક્ત આરબ અમીરાતની રાજધાનીમાં જબીલ પાર્કમાં આવેલી છે. આ એક એવી વિશાળ ફ્રેમ છે, જેની એક તરફ તમે ભૂતકાળને સમાવી લેતા જૂના શહેરને જોઈ શકો છો અને બીજી બાજુ આધુનિક દુબઈને. આ આર્કિટેક્ચરલ અજાયબી સમાવિષ્ટ દુબઈ ફ્રેમ ૧૫૦ મીટર ઊંચાઈના બે વિશાળ સ્તંભો છે, જે ટોચ પર ૯૩ મીટર લાંબા સ્કાય ડેક (બ્રિજ) દ્વારા જોડાયેલા છે. આ ઉપરાંત, આજની તારીખે પણ દુનિયાના મોર્ડન ઝૂ, મોર્ડન ગેલેરી અને સ્કાય ડાઈવિંગનું લોકોને વિશેષ વળગણ છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ કારણસર દુનિયાભરમાંથી લોકો ટૂરિસ્ટ આવે છે અને હોટેલોમાં પણ રોકાય છે. ટૂરિસ્ટ ઈન્ડસ્ટ્રીમાં સ્પોર્ટસનું વિશેષ પ્રદાન રહ્યું છે, જ્યારે તેના કારણે અબજો ડોલરનું રોકાણ થાય છે. એટલે ટૂરિસ્ટના માફક સ્પોર્ટસ ઈન્ડસ્ટ્રીને કારણે દુબઈમાં ૩૬૫ દિવસ લોકોની ચહલપહલ રહે છે એ વાત ચોક્કસ છે.

દુબઈનું બોલીવૂડ સાથે પણ છે કનેક્શન
બોલીવૂડ જ નહીં, પરંતુ હોલીવૂડની ફિલ્મોના શૂટિંગ દુબઈમાં થાય છે, જ્યારે અનેક અભિનેતા-અભિનેત્રીઓના પસંદગીના ડેસ્ટિનેશન છે. એનાથી મોટી વાત કરીએ તો તાજેતરમાં દુબઈના મધ્યથી અડધો કલાકના અંતરે ૧૭ લાખ ચોરસ ફૂટમાં બોલીવૂડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્ક પણ દુબઈ પાર્કસ એન્ડ રિસોર્ટ યોજનાનો એક ભાગ છે. અલગ અલગ ઝોનમાં બોલીવૂડ બુલવોર્ડ, મુંબઈ ચૌક, રસ્ટિક રેવિન, રોયલ પ્લાઝા અને બોલીવૂડ ફિલ્મ સ્ટુડિયોનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral Period guidelines for teenage girls