પહેલી ઑક્ટોબરથી પશ્ર્ચિમ રેલવેમાં વધુ ૩૧ એસી લોકલની સર્વિસીસ વધશે નવી રેક વધુ આધુનિક તથા એક કોચ સોલાર પેનલથી સજ્જ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં સૌથી પહેલી વખત ચાલુ કરવામાં આવેલી એસી લોકલ ટ્રેનની સર્વિસીસ પ્રવાસીઓમાં વધારે લોકપ્રિય બની છે ત્યારે આગામી મહિનાથી ૩૧ એસી લોકલની સર્વિસીસ વધારવામાં આવશે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. હાલના તબક્કે પશ્ર્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર સેક્શનમાં રોજની ૪૮ એસી લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, જ્યારે આગામી મહિનાથી ૩૧ […]

Continue Reading

‘યાત્રી એપ્લિકેશન’ પર હવે યુટીએસ એપ્લિકેશન ઉપલબ્ધ: ટિકિટ કઢાવવાનું થશે સરળ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મધ્ય રેલવેની લોકલ અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોના ટાઈમટેબલ માટેૅ તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી ‘યાત્રી એપ્લિકેશન’ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં વધુ એક ફિચર (યુટીએસ-અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ-ની લિંક)નો ઉમેરો કર્યો છે. નવા ફિચરના ઉમેરાને કારણે હવે ઓનલાઈન ટિકિટ કઢાવવાનું પ્રવાસીઓ માટે વધુ સરળ થઈ શકશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ‘યાત્રી એપ્લિકેશન’માં […]

Continue Reading

નવી દિલ્હી, મુંબઈ સીએસટી અને અમદાવાદ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે કેન્દ્રની મંજૂરી

કેન્દ્રએ બુધવારે નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈના CSMT રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અંદાજે ₹ 10,000 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, અમદાવાદ રેલ્વે સ્ટેશન મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરણા લઇને રિડેવલપ કરવામાં આવશે. The redeveloped […]

Continue Reading

ચાલતી ટ્રેન પકડવાના પ્રયાસમાં તો મહિલાએ જીવ ગુમાવ્યો હોત… સતર્ક કોન્સ્ટેબલે એકસાથે બે જણના જીવ બચાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મધ્ય રેલવેના લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) ખાતે બાળક સાથે મહિલા ચાલતી ટ્રેન પકડવાના પ્રયાસમાં જોખમી અકસ્માતનો ભોગ બની હતી, પરંતુ સતર્ક મહિલા કોન્સ્ટેબલે મહિલાને ખેંચી લેતા એકસાથે બે જણનો જીવ બચાવ્યો હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. મંગળવારે બપોરના બે વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. એલટીટીના ત્રણ નંબરના પ્લૅટફૉર્મ પરથી […]

Continue Reading

સતર્ક મોટરમેન: મધ્ય રેલવેમાં ચાર મહિનામાં 12 પ્રવાસીના જીવ બચાવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રેલવે સ્ટેશનના પરિસરમાં વધતા અકસ્માતો સંદર્ભે રેલવે પોલીસની સાથે મોટરમેન-ગાર્ડ પણ વધુ સતર્કતા દાખવી રહ્યા છે, જે અંતર્ગત મધ્ય રેલવેમાં ચાર મહિનામાં એક ડઝન કરતાં વધુ પ્રવાસીના જીવ બચાવવામાં મોટરમેને મદદ કરી હોવાનું જણાવાયું હતું. એપ્રિલથી ઑગસ્ટ મહિના દરમિયાન અલગ અલગ કિસ્સામાં સતર્ક મોટરમેને પ્રવાસીનો જીવ બચાવવામાં મદદ કરી હતી, જેમાંથી […]

Continue Reading

વાહ! મુંબઈગરાને બાપ્પાએ મેગા બ્લોકથી અપાવ્યો છુટકારો, રેલવેએ કરી ઘોષણા

મુંબઈમાં રવિવારે ફરવા જનારા લોકોને એક મેગાબ્લોકનું ટેન્શન હોય છે, પરંતુ આ અઠવાડિયે મુંબઈગરા માટે રેલવેએ ગૂડ ન્યૂઝ આપી છે. રેલવે પ્રશાસને જણાવ્યું હતું કે, ગણેશોત્સવને કારણે મુંબઈગરાના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ચોથી સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે રવિવારે મુંબઈની કોઈપણ લોકલ લાઈનમાં મેગાબ્લોક રાખવામાં આવ્યો નથી. મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકો બાપ્પાના […]

Continue Reading

મુંબઈ-ગુજરાત પ્રવાસ કરનારા લોકો માટે વેસ્ટર્ન રેલવેએ આપી ભેટ, આ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આગામી દિવસોમાં રક્ષાબંધન સહિત અન્ય તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસથી ભાવનગર/ઓખા/ઈન્દોર અને મુંબઈ સેન્ટ્રલ/જયપુર વચ્ચે છ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. ૧૩મી ઑગસ્ટના શનિવારના રાતના ૭.૨૫ વાગ્યાના સુમારે બાંદ્રા ટર્મિનસથી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન (૦૯૨૦૭)ને ભાવનગર રવાના કરાશે, જ્યારે ભાવનગરથી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન (૦૯૨૦૮) ભાવનગરથી બપોરના ૨.૫૦ વાગ્યાના સુમારે બાંદ્રા […]

Continue Reading