આમચી મુંબઈ

મુકેશ અંબાણી પાસે રૂ.400 કરોડની ખંડણી માગનારની ધરપકડ

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવાના મામલે પોલીસે 19 વર્ષના એક છોકરાની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે એક બિઝનેસમેનને મોકલેલા ધમકીભર્યા ઈમેલના આ કેસમાં આરોપીની તેલંગાણામાંથી ધરપકડ કરી છે. આરોપી યુવકની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ હતી.

એવો આરોપ છે કે વનપારધીએ પોતે શાદાબ ખાનના નામે મેલ મોકલ્યો હતો અને પહેલા ઈમેલમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પછી તેણે ડિમાન્ડને વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી હતી. તેણે લગભગ પાંચથી છ ઈમેલ મોકલ્યા હતા. આ અગાઉ અંબાણીને ઈમેલ મોકલવા માટે વપરાયેલા VPN નેટવર્કની બેલ્જિયમમાંથી માહિતી મળી હતી.


નોંધનીય છે કે 27 ઓક્ટોબરે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપનીના ઓફિશિયલ ઈમેલ આઈડી પર પહેલો ધમકીભર્યો મેઇલ આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે જો તેને 20 કરોડ રૂપિયા નહીં મળે તો તે મુકેશ અંબાણીને મારી નાખશે. આ પછી બીજા દિવસે એટલે કે 28 ઓક્ટોબરે ફરી એક ધમકીભર્યો ઈમેઇલ આવ્યો હતો, પરંતુ આ વખતે રકમ સીધી વધારીને 200 કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી.


બીજા મેઈલના ત્રણ દિવસ પછી એટલે કે 30 ઓક્ટોબરે ત્રીજો મેઈલ આવ્યો, જેમાં ખંડણીની રકમ સીધી 400 કરોડ રૂપિયા થઈ ગઈ. આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ પણ ચિંતામાં મુકાઈ ગઈ હતી કારણ કે અગાઉ પણ ઉદ્યોગપતિને આવી ધમકીઓ આપવામાં આવી હતી અને અંબાણીની ધમકીનો આ મામલો હવે ધીમે ધીમે ગંભીર બનતો જઇ રહ્યો હતો.

જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈએ ભારતના આ સૌથી મોટા બિઝનેસમેન પાસેથી ખંડણીના પૈસાની માંગણી કરી હોય અને જો તે પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય, પરંતુ આ વખતે જે રીતે તેને ધમકી આપનાર વ્યક્તિ તેને સતત ધમકી આપી રહ્યો હતો અને તેમને ઈ-મેઈલ મોકલતો હતો અને દરેક ઈ-મેઈલ પર ધમકી અને ખંડણીની રકમ વધારતો જતો હતો. એનાથી એવું લાગતું હતું કે ધમકી આપનાર વ્યક્તિ બિન્દાસ, નીડર અને અવિચારી છે. આ વ્યક્તિને ઝડપથી પકડવો પોલીસ માટે પડકાર બની ગયો હતો.


27 ઓક્ટોબરના શુક્રવારની સાંજે એક અનામી વ્યક્તિએ મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર ઈ-મેલ મોકલ્યો હતો. આ ધમકી સીધી અંબાણીને ઈ-મેલમાં લખવામાં આવી હતી. એમાં લખવામાં આવ્યું હતું કે ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે.’ આવા મેસેજ બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઇનચાર્જ દ્વારા મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ ખંડણી વસુલીનો કેસ નોંધવામાં આવ્યો હતો.


એક પછી એક ત્રણ ધમકીભર્યા ઈમેઈલ અને દરેક ઈમેલમાં ખંડણીની રકમ વધવાની ગંભીર બાબતને ધ્યાનમાં લઇને મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને તેમણે તેમની તપાસની ઝડપ વધારી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મેઈલ મોકલનાર વ્યક્તિનું નામ શાદાબ ખાન છે અને બીજું કે આ મેઈલ યુરોપિયન દેશ બેલ્જિયમથી મોકલવામાં આવી રહ્યા હતા. પરંતુ ઇ-મેઇલ અસલી છે કે નકલી તે જાણવાનું બાકી હતું. પોલીસે શનિવારે આ વાતની સંપૂર્ણ તપાસ બાદ ખુલાસો કર્યો છે. પોલીસ દ્વારા તેલંગાણાના એક 19 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral