જમ્મુ કાશ્મીરની બદલતી તસવીર, સિનેમા હૉલની વાપસી

કલમ 370 અને 35A હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકો હવે સિનેમા હૉલમાં ફિલ્મોની મઝા પણ માણી શકશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રવિવારે પુલવામા અને શોપિંયામાં બે સિનેમા હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ટૂંક સમયમાં અનંતનાગ, શ્રીનગર, બાંદીપોરા, ગાંદરબલ, ડોડા, રાજૌરી, પૂંચ, કિશ્તવાડ અને રિયાસીમાં પણ સિનેમાહોલ ખોલવામાં આવશે. સપ્તાહથી આ બંને મલ્ટિપ્લેક્સમાં લોકો […]

Continue Reading

‘જમ્મુ-કાશ્મીરમાં બંધારણીય કલમ 370 ફરીથી લાગુ નહીં થઇ શકે’, ગુલામ નબી આઝાદની સાફ વાત

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ પોતાની નવી પાર્ટી રચવા જઇ રહ્યા છે. ગયા મહિને કોંગ્રેસ છોડ્યા બાદ કાશ્મીર ખીણમાં તેમની પ્રથમ રેલીમાં સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સંસદમાં બે તૃતીયાંશ બહુમત ધરાવતી સરકાર જ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાની પુનઃસ્થાપના સુનિશ્ચિત કરી શકે છે. આઝાદે પોતાની પ્રથમ રેલીમાં કહ્યું હતું કે, તેઓ જાણે […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર: પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી ફરી નજરકેદ, CRPFની ગાડી ઘરની બહાર તૈનાત, ગેટ પર તાળું મરાયું

જમ્મુ-કાશ્મીરના(Jammu and Kashmir) પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપી(PDP)ના વડા મહેબૂબા મુફ્તીને(Mehbooba Mufti) ફરી એકવાર નજરકેદ કરવામાં આવ્યા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ સાથે મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર કાશ્મીરી પંડિતો(Kashmiri Pandit) પર થઇ રહેલા હુમલાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મહેબૂબા મુફ્તીએ એક ટ્વીટમાં લખ્યું, “ભારત સરકાર કાશ્મીરી પંડિતોની દુર્દશાને […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર ફરી ટાર્ગેટ કિલિંગ: શોપિયાંમાં આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓને ગોળી મારી, એકનું મોત

જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir)ફરીથી ટાર્ગેટ કિલિંગની(Target killing) ઘટના બની છે. શોપિયાં વિસ્તારમાં આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓને ગોળી મારી હતી, જેમાં એક ભાઈનું મોત નિપજ્યું છે અને બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાશ્મીર પોલીસે આ ઘટના વિશે માહિતી આપી છે કે શોપિયાંમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર પ્રશાસનની આતંકવાદ સામે કાર્યવાહી, આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત ચાર સરકારી અધિકારીઓને બરતરફ કરાયા

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીર પ્રશાસને આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધ ધરાવતા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરતા આતંકી બિટ્ટા કરાટેની પત્ની અને સૈયદ સલાહુદ્દીનના પુત્ર સહિત ચાર લોકોને આતંકીઓ સાથે સંબંધોના આરોપસર સરકારી નોકરીમાંથી કાઢી મુક્યા છે. નોંધનીય છે JKLFના સંદિગ્ધ આતંકવાદી ફારૂક […]

Continue Reading

જમ્મુ કાશ્મીરમાં ફરી નાપાક હરકત! આતંકવાદીઓએ પોલીસ ટીમને બનાવ્યો હતો નિશાનો

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વાર આતંકવાદીઓએ નાપાક હરકતને અંજામ આપ્યો છે. મળતી માહિતી અનુસાર અનંતનાગ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો અને આ હુમલામાં એક પોલીસ કર્મચારી જખમી થયો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યાનુસાર હાલમાં અનંતનાગ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ […]

Continue Reading

કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યાનો બદલો પૂર્ણ, સેનાએ આતંકવાદી લતીફને ઠાર કર્યો

બુધવારે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળોએ લતીફ રાથેર સહિત લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. લતીફની હત્યા સાથે, સુરક્ષા દળોએ રાહુલ ભટ્ટ અને અમરીન ભટ્ટ સહિત અનેક નાગરિકોની હત્યાનો બદલો લીધો છે. આ વર્ષે મે મહિનામાં આતંકવાદીઓએ બડગામમાં મહેસૂલ વિભાગના કર્મચારી કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા કરી હતી. સુરક્ષા દળોને ઇનપૂટ મળ્યા હતા […]

Continue Reading