નેશનલ

માલદીવના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ

માલે: માલદીવની સંસદમાં બહુમતી ધરાવતા મુખ્ય વિપક્ષ માલદીવ ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) પ્રમુખ મોહમદ મૂઝ્ઝુ વિરુદ્ધ મહાભિયોગની દરખાસ્ત લાવવાની યોજના ઘડી રહ્યો છે.
પ્રધાનમંડળના ત્રણ સભ્યને મતદાન આપવાનું સોમવારે નકારવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ચીનતરફી પ્રમુખના કૅબિનેટના ચાર સભ્યને મંજૂરી આપવાને મુદ્દે થયેલા મતભેદને પગલે રવિવારે સરકારતરફી અને વિપક્ષના સાંસદો વચ્ચે અથડામણ થયા બાદ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગયા વર્ષના સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિની યોજાયેલી ચૂંટણીમાં 45 વર્ષના મૂઝ્ઝુએ ભારતતરફી ઈબ્રાહિમ મોહમદ સોલિહને પરાજય આપ્યો હતો.
પ્રસારમાધ્યમે એમડીપીના સાંસદને એમ કહેતા ટાંક્યા હતા કે એમડીપીએ ડેમોક્રેટસ સાથે મળીને મહાભિયોગની દરખાસ્ત માટે પૂરતી સહી મેળવી લીધી હતી. જોકે મહાભિયોગની દરખાસ્ત હવે તેઓ રજૂ કરશે.
સોમવારે એમડીપીના સંસદીય જૂથની યોજાયેલી બેઠકમાં મહાભિયોગની દરખાસ્ત અંગેનો નિર્ણય સર્વાનુમતિથી લેવામાં આવ્યો હતો.
બંધારણની જોગવાઈ મુજબ 56 મતથી રાષ્ટ્રપતિનો મહાભિયોગ કરી શકાય છે. મહાભિયોગની દરખાસ્ત રજૂ કરવાનું વધુ સરળ બનાવવા સંસદે તાજેતરમાં જ સ્ટેન્ડિંગ ઑર્ડરમાં સુધારો કર્યો હતો.
માલદીવની સંસદમાં કુલ 80 સભ્ય છે જેમાં એમડીપી 45, સાથી ડેમોક્રેટ પક્ષ (13), પ્રોગેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ (પીપીએમ) બે, પ્રોગ્રેસિવ નેશનલ કૉંગ્રેસના 13, સ્વતંત્ર પક્ષના ત્રણ, ઝુમહૂરે પાર્ટી અને માલદીવ ડેવલપમેન્ટ અલાયન્સ પ્રત્યેકના બે સભ્યનો સમાવેશ થાય છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…