નેશનલવેપાર અને વાણિજ્ય

શુદ્ધ સોનું રૂ. ૨૧૬ના સુધારા સાથે રૂ. ૭૨,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૩૬૮ વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની આજે મોડી સાંજે થનારી જાહેરાત ઉપરાંત માર્ચ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આદે લંડન ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. જોકે, ગઈકાલે ન્યૂ યોર્ક ખાતેએક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ રૂ. ૨૩૬૫.૦૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યાના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૫થી ૨૧૬નો સુધારો આગળ ધપ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ રૂ. ૭૨,૦૦૦ની સપાટી પાર કરી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૬૮ વધી આવ્યા હતા.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં ખાસ કરીને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૬૮ વધીને રૂ. ૮૨,૪૬૮ના મથાળે રહ્યા હતા. જોકે આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીનો અભાવ રહ્યો હતો.

વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. તેમ છતાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે ૧૩ પૈસા મજબૂત થયો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો અને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૫ વધીને રૂ. ૭૧,૭૫૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૧૬ વધીને રૂ. ૭૨,૦૪૮ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ અત્યંત પાંખી રહી હતી. તેમ જ જૂના સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ અને રિસાઈકલિંગનું પ્રમાણ વધ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ તથા માર્ચ મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત થવાની હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૩૫૫.૨૯ ડૉલર આસપાસ ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ૨૩૭૩.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઔંસદીઠ ૨૮.૧૫ ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા.

તાજેતરમાં સોનામાં ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ ઉપરાંત કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી તેમ જ ક્રૂડતેલના વધેલા ભાવથી ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું એએનઝેડ કૉમૉડિટીનાં સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું. જોકે, તેમણે આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદી કરતાં સોનામાં ઝડપી સુધારો આવ્યો હોવાથી આગામી સમયગાળામાં ચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.


જો આજે જાહેર થનારા માર્ચ મહિનાના ફુગાવામાં વધારો જોવા મળશે તો ફેડરલ દ્વારા વ્યાજદરમાં જૂન મહિનાથી કપાતની શક્યતા નબળી પડતાં સોનાના ભાવમાં પીછે હઠ જોવા મળી શકે છે, એમ રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક જીગર ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે ઊંચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં માગ નબળી પડતી હોય છે. જોકે રૉઈટર્સનાં સર્વેક્ષણ અનુસાર અમેરિકામાં માર્ચ મહિનાનો ફુગાવો વર્ષાનુવર્ષ ધોરણે વધીને ૩.૪ ટકા આસપાસની સપાટીએ રહેવાની ધારણા છે, જ્યારે કોર સીપીઆઈ ૩.૭ ટકા આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure