Maharashtra Crisis: શિવસૈનિકોના પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે બળવાખોર વિધાનસભ્યોને આપી સુરક્ષા, ઘરની બહાર CRPFના જવાન તહેનાત

મહારાષ્ટ્રમાં સત્તાના મહાસંગ્રામનું કોકડું દિવસેને દિવસે ગૂંચવાતું જાય છે. શિવસૈનિકો બળવાખોર વિધાનસભ્યો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે, જેને લઈને શિંદે કેમ્પના નેતાઓએ પોતાની અને પરિવારની સુરક્ષાની માગણી મહારાષ્ટ્ર સરકાર પાસે કરી હતી. આ મામલે કેન્દ્ર સરકાર તરફથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર શિંદે કેમ્પના 16 વિધાનસભ્યોના ઘરની બહાર કેન્દ્ર સરકારે સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય શિંદે કેમ્પની અપીલ બાદ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Continue Reading