મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં બહુમત સાબિત કરશે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈએ યોજાશે. 2 જુલાઈએ સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશન દાખલ કરવામાં આવશે, 3 જુલાઈએ સ્પીકરની ચૂંટણી યોજાશે અને 4 જુલાઈએ વિશ્વાસનો મત લેવામાં આવશે.

Continue Reading

પંજાબની રાજનીતિ: કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં વિલય કરશે

પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ લંડનથી પરત ફર્યા બાદ ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી, ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ કરવા જઈ રહી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા એટલે કે ગયા વર્ષે અમરિંદર સિંહે એક નવી પાર્ટી બનાવી હતી. કેપ્ટનની ઉંમર 80 વર્ષની છે અને આવા વ્યક્તિને ભાજપમાં ટિકિટ આપવામાં આવતી નથી, તેથી જ કેપ્ટન અમરિંદરે અલગ પાર્ટી બનાવી છે.

Continue Reading