મુંબઈ એનસીબીએ આંતર-રાજ્ય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો; 3.5 કરોડનો 286 કિલો ગાંજો જપ્ત, બેની ધરપકડ

NCB ઝોનલ યુનિટે સોમવારે સોલાપુર-મુંબઈ હાઈવે પર કારમાં ફરતા તસ્કરો પાસેથી રૂ. 3.5 કરોડની કિંમતનો 286 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે હાથ ધરવામાં આવેલા ડ્રગ વિરોધી ઓપરેશન બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીએ જણાવ્યું હતું કે, NCBને આંતર-રાજ્ય ડ્રગ હેરફેરની સિન્ડિકેટની યોજના અંગેના ઇનપુટ્સ મળ્યા હતા. તરત જ, વિવિધ ઇન્ટેલિજન્સ નેટવર્ક્સ સક્રિય કરવામાં આવ્યા હતા.

Continue Reading