રણજી ટ્રોફી: ચંદ્રકાંત પંડિતે બદલ્યું મધ્યપ્રદેશનું ભાગ્ય, જાણો કેવી રીતે બન્યા ડોમેસ્ટિક ક્રિકેટના ‘દ્રોણાચાર્ય’ ચેમ્પિયન

મધ્યપ્રદેશની રણજી ટીમે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો છે. તેઓએ 2021-22ની ફાઇનલમાં 41 વખતની ચેમ્પિયન મુંબઈને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. પ્રમાણમાં નબળી ગણાતી મધ્યપ્રદેશની ટીમે મુંબઈને હરાવતા પહેલા પંજાબ અને બંગાળ જેવી મજબૂત ટીમોને હરાવી હતી. 1998-99 રણજીની ફાઇનલમાં પહોંચેલી મધ્યપ્રદેશની ટીમને 23 વર્ષ સુધી આ દિવસની રાહ જોવી પડી. ડોમેસ્ટિક ક્રિકેટના દ્રોણાચાર્ય કહેવાતા ચંદ્રકાંત […]

Continue Reading

Ranji Trophy: 41 વખતની વિજેતા મુંબઈને હરાવીને પ્રથમ વખત મધ્યપ્રદેશ બન્યું ચેમ્પિયન

મધ્યપ્રદેશની ટીમે ફાઈનલ મેચમાં મુંબઈને હરાવીને રણજી ટ્રોફી 2021-22નો ખિતાબ જીત્યો હતો. મધ્યપ્રદેશની ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. એમ ચિન્નાસ્વામી, બેંગલુરુ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશે મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા.

Continue Reading

Gujarat Riots: અમદાવાદ પોલીસે પૂર્વ IPS અધિકારી R. B. શ્રીકુમારની કરી ધરપકડ

અમદાવાદ પોલીસે પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારની ધરપકડ કરી છે. ગુજરાતના ભૂતપૂર્વ સીએમ નરેન્દ્ર મોદી અને અન્ય રાજ્ય અધિકારીઓ સામે ઝાકિયા જાફરી દ્વારા લાદવામાં આવેલા મોટા ષડયંત્રના આરોપોને સુપ્રીમ કોર્ટે રદ કર્યાના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે. ગુજરાત રમખાણો અંગે ખોટી માહિતી આપવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂર્વ આઈપીએસ અધિકારી આરબી […]

Continue Reading

જમ્મુ અને કાશ્મીરમાં G-20 સમિટનું આયોજન, પાકિસ્તાનનો વિરોધ

ભારત આ વર્ષે 1 ડિસેમ્બરથી G20 નું પ્રમુખપદ સંભાળશે અને 2023 માં પ્રથમ વખત G20 નેતાઓની સમિટ બોલાવશે. સરકારે 2023માં G20 નેતાઓની સમિટ દરમિયાન કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવા માટે મનોહર જમ્મુ અને કાશ્મીર પર પસંદગી ઉતારી છે. G20 ના સભ્યોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, […]

Continue Reading

Maharashtra Crisis: બળવાખોર ધારાસભ્યો પર સંજય રાઉતનો કટાક્ષ! કહ્યું, ક્યાં સુધી તમે ગુવાહાટીમાં છુપાશો

મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે શિંદે કેમ્પના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભાજપ શાસિત આસામના ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાશો? એક દિવસ તો મુંબઈમાં આવવું જ પડશે.

Continue Reading

મહારાષ્ટ્રનું રાજકીય ઘમાસાણ પૂરું થવાના કોઇ એંધાણ નથી, બળવાખોર ધારાસભ્યો સભ્યપદ માટે કોર્ટમાં જશે

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવાને કારણે રાજકીય સંકટ ધીમે ધીમે ઘેરું બન્યું છે. દરમિયાન શિંદે જૂથના નેતા દીપક કેસરકરે કહ્યું કે અમે શિવસેનામાંથી બહાર આવ્યા નથી. અમે શિવસેનામાં છીએ. બળવો કરવા માટે અમને કોઈએ કહ્યું નથી. આ બધું અમે મનથી કર્યું છે. અમે ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને કોર્ટમાં પડકારીશું. અમે શિવસેનાથી અલગ નથી. અમે શિવસેનાનું અલગ નામ […]

Continue Reading

UPના CMને નડ્યો અકસ્માત! હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, જાણો શું છે આખો મામલો

Varanasi: CM યોગી આદિત્યનાથ  બે દિવસ માટે વારાણસીના પ્રવાસ માટે ગયાં હતાં ત્યારે આજે તેઓ લખનઉ માટે રવાના થયા ત્યારે તેમના હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો, પરિણામે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાની ખબર સામે આવી રહી છે.

Continue Reading

ઉદ્ધવ ઠાકરેનો એકનાથ શિંદેને પડકાર! કહ્યું, હિંમત હોય તો તમારા પિતાના નામે વોટ માંગીને દેખાડો, શિવસૈનિકો અમારી સાથે છે

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઇ રહ્યો છે. આજે શનિવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર વિધાનસભ્યોને ગદ્દાર કહ્યા હતા. કાલ સુધી તેઓ તેમને બળવાખોર કહી રહ્યા હતા, પણ આજે ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે ગદ્દારોને હવે ફરી કયારેય શિવસેનામાં પરત લેવામાં આવશે નહીં.

Continue Reading

જુલાઈ મહિનો આ રાશિના જાતકો માટે લાવશે GOOD NEWS!

Mumbai: સૂર્યદેવનું આદ્રા નક્ષત્રમાં 22 જૂનના દિવસે પરિવર્તન થયું હોવાથી છ જુલાઈ સુધીમાં ત્રણ રાશિ પર આ પરિવર્તનની સકારાત્મક અસર થશે.
આ પહેલા 15 જૂને સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય જ્યારે આર્દ્રા નક્ષત્રમાં હોય છે તે શુભ ફળ આપે છે. આ સમયે મહાદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી દરેક મનોકામના પુરી થાય છે.

Continue Reading

જબરા ફેન હો ગયા! શ્રીલંકામાં સ્મૃતિ મંધાનાને Fan બોલ્યો, પેટ્રોલ નથી તો પણ…

Mumbai: ભારતીય મહિલા ક્રિકેટર્સની ફેન ફોલોઈંગ ભારતની સાથે દુનિયાભરમાં છે. ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાનો પણ એક ચાહક શ્રીલંકામાં જોવા મળ્યો હતો. આ ફેન સ્ટેડિયમમાં એક પોસ્ટર લઈને પહોંચ્યો હતો. પોસ્ટરમાં લખ્યું હતું કે, પેટ્રોલ નથી તો પણ સ્મૃતિ મંધાનાને જોવા આવ્યા.

Continue Reading