ઉદ્ધવ ઠાકરેનો એકનાથ શિંદેને પડકાર! કહ્યું, હિંમત હોય તો તમારા પિતાના નામે વોટ માંગીને દેખાડો, શિવસૈનિકો અમારી સાથે છે

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઇ રહ્યો છે. આજે શનિવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર વિધાનસભ્યોને ગદ્દાર કહ્યા હતા. કાલ સુધી તેઓ તેમને બળવાખોર કહી રહ્યા હતા, પણ આજે ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે ગદ્દારોને હવે ફરી કયારેય શિવસેનામાં પરત લેવામાં આવશે નહીં.

Continue Reading

એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોરોએ તેમના જૂથનું નામ ‘શિવસેના બાળાસાહેબ’ રાખ્યું

મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળનું બળવાખોર જૂથ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારને તોડી પાડવા માટે ભાજપ સાથે હાથ મિલાવશે તેવી અટકળો વચ્ચે નવા સમાચાર આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર સામે બળવો કરનાર એકનાથ શિંદે કેમ્પે શનિવારે તેમના જૂથનું નામ ‘ શિવસેના બાળાસાહેબ ‘ રાખ્યું છે અને જણાવ્યું છે કે તેઓ કોઇ પણ પક્ષ સાથે નહીં ભળે.

Continue Reading