અગ્નિપથ યોજનાનાં વિરોધ વચ્ચે 3000 ભરતી માટે આવી 56,960 અરજીઓ, વાયુસેનાએ આપી માહિતી

ભારતમાં અગ્નિપથ યોજનાને લઈને સામેના હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે ત્રણ દિવસમાં 56960 અરજીઓ મળી છે. અગ્નિપથ યોજના હેઠળ ભારતી વાયુસેનામાં ભરતી પ્રક્રિયા પાંચ જુલાઇના રોજ સમાપ્ત થશે. ભારતીય વાયુ સેના આ વર્ષે 3,000 અગ્નિવીરોની ભરતી કરશે. તેમની તાલીમ બે તબક્કામાં પરીક્ષાઓ અને તબીબી પરીક્ષણો બાદ 30 ડિસેમ્બરથી શરૂ થશે.

Continue Reading

સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ….દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે અગ્નિપથ યોજના વિશે નરેન્દ્ર મોદીનું નિવેદન

દેશભરમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શન અને વિપક્ષની તીવ્ર આલોચના વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે કહ્યું હતું કે સુધારનો માર્ગ આપણને નવા લક્ષ્ય અને નવા સંકલ્પ તરફ લઇ જાય છે. સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ સમય સાથે તે લાભદાયક નિવડે છે. શરૂઆતમાં કેટલાક નિર્ણય અપ્રિય લાગી શકે છે, પણ પછી […]

Continue Reading

સેનામાં અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન જાહેર! જુલાઇથી શરૂ થશે રજિસ્ટ્રેશન, એક ક્લિકમાં જાણો સંપૂર્ણ માહિતી

કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે ત્યારે ભારતીય સેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. એ અનુસાર જુલાઇથી રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. નોટિફિકેશન અનુસાર આમાં આઠમા અને દસમા ધોરણ પાસ વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. નોટિફિકેશનમાં યોગ્યતા માટેની શરતો, વેતન-ભથ્થાથી લઇને સર્વિસ રૂલ્સની માહિતી છે. […]

Continue Reading

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નુપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર, મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર પ્રહાર

West Bangal: હાલમાં ચાલી રહેલા પશ્ચિમ બંગાળના વિધાન સભા સત્રમાં આજે ભારે હંગામો થયો હતો. પશ્ચિમ બંગાળ વિધાન સભામાં મોહમ્મદ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નૂપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મમતા બેનર્જી સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો જે બહુમતીથી પસાર થતા વિધાનસભામાં હંગામો થયો હતો અને ભાજપના વિધાનસભ્યોએ […]

Continue Reading

ભારત બંધ: કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોનું બંધને સમર્થ , રેલવે, માર્ગ વાહન વ્યવહાર, શિક્ષણ સેવાને વ્યાપક અસર

કેન્દ્ર સરકારની સેનામાં ભરતી માટેની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજનાનો ઘણા રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અનેક સંગઠનોએ આજે ​​ભારત બંધનું એલાન આપ્યું છે. જેને ધ્યાનમાં રાખીને રેલવેએ આરપીએફ અને જીઆરપીને એલર્ટ મોડ પર રાખ્યા છે. સરકાર દ્વારા તોફાનીઓ વિરુદ્ધ ગંભીર ગુનાઓની કલમો હેઠળ કેસ નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. બંધને ધ્યાનમાં લઈને ટ્રેન વ્યવહારને […]

Continue Reading

અગ્નીપથ સ્કીમ પાછી ખેંચવામાં નહીં આવે! ત્રણેય સેના તરફથી સ્કીમ વિશે આપવામાં આવી જાણકારી

અગ્નીપથ યોજનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે રવિવારે ત્રણેય સેના દ્વારા પ્રેસ કોન્ફેરેન્સનું આયોજન કરીને આ સ્કીમ ચાલુ રાખવાની વાત કરી હતી. સેનાના એડિશનલ સેક્રેટરી લેફ્ટનેંટ જનરલ અરુણ પુરીએ જણાવ્યું હતું કે, દર વર્ષે આશે 17,600 લોકો ત્રણેય સેવાઓમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. કોઈએ પણ એ પૂછવાની કોશિશ ન કરી કે તેઓ […]

Continue Reading

બિહારમાં સવારના 4 થી રાતના 8 સુધી નહીં ચાલે એક પણ ટ્રેન! અગ્નિપથના વિરોધ વચ્ચે Railwayએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય

અગ્નિપથ યોજના વિરોધમાં યુવાનો દ્વારા રેલવેની સંપત્તિઓને કરાઈ રહેલા નુકસાનને પગલે રેલવે બિહારમાં તમામ ટ્રેન અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. બિહારમાં રેલવેએ જણાવ્યું હતું કે,, સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કોઈ ટ્રેન દોડાવવામાં આવશે નહીં. બિહારમાં ‘અગ્નિપથ’ યોજના સામે સૌથી વધુ હિંસા જોવા મળી છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ ડઝનેક ટ્રેનોને આગ ચાંપી દીધી […]

Continue Reading

વિરોધનો અગ્નિ ઓલવવાના પ્રયાસો: અગ્નીવીરો માટે અનામતથી લઈને સસ્તી લોનની કેન્દ્ર સરકારની જાહેરાત

સૈન્યમાં ભરતી સંબંધિત ‘અગ્નિપથ’ યોજનાને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. ઘણા રાજ્યોમાં યુવાનો રસ્તા પર ઉતરીને આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કરતા કરોડો રૂપિયાની જાહેર સંપતિને નુકશાન પહોંચ્યું છે. હવે વિરોધની અગ્નિ શાંત કરવા કેન્દ્ર સરકાર વિવિધ જાહેરાત કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ […]

Continue Reading

જામનગરમાં અગ્નીપથનો વિરોધ: હજારોની સંખ્યામાં યુવાનો એકઠા થયા, પોલીસનો હળવો લાઠીચાર્જ

સેનામાં ૪ વર્ષ માટે ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. દેશના અનેક શહેરોમાં રોષે ભરાયેલા યુવાનો તોડફોડ અને આગચંપી કરી જાહેર સંપતિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ગુજરતમાં પણ અગ્નિપથના વિરોધની જ્વાળાઓ ફેલાઈ રહી છે. આજે જામનગર શહેરમાં ૧૧ જીલોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો આર્મી કેમ્પ સામે […]

Continue Reading

અગ્નિપથ યોજનાના વિરોધની અગ્નિ દેશ ભરમાં ફેલાઈ! ૧૧ રાજ્યોમાં હિંસક પ્રદર્શન, બેના મોત અનેક ઘાયલ

સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે લાવેલી અગ્નિપથ યોજનાના વિરોધની અગ્નિ દેશભરમાં ફેલાઈ ગઈ છે. દેશના જુદા જુદા ભાગોમાં યુવાનોના અક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું છે.યુપી-બિહાર અને હરિયાણાથી શરુ થયેલા હિંસક પ્રદર્શનની લહેર તેલંગાણા સુધી ફેલાઈ ગઈ છે. અત્યાર સુધી બે યુવાનોના મોત થયા હોવાની જાણકારી મળી છે, જયારે અનેક ઘાયલ થયા છે. દેખાવાકરો ખાસ કરીને ટ્રેનને […]

Continue Reading