વડાપ્રધાન મોદી ગુજરાત પહોંચ્યા, મહાત્મા મંદિરથી ડિજિટલ ઇન્ડિયા વીકનો શુભારંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો શુભારંભ કરાવવા આજે બપોરે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગર ખાતે રાજભવન પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ મહાત્મા મંદિર પહોંચશે. ત્યાં તેઓ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો દેશવ્યાપી શુભારંભ […]

Continue Reading

કેજરીવાલનો ગુજરાત સરકારને પડકાર! કહ્યું, ગુજરાતમાં પણ ફ્રી વીજળી મળશે, એ માટે સત્તા પરિવર્તન કરવું પડશે.

Ahmedabad: આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતની ભાજપ સરકાર (BJP Government of Gujarat)ને ઘેરવા માટે મફત વીજળીનો મુદ્દો ઉગામ્યો છે. ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે વીજળી મુદ્દે પ્રજા સાથે સંવાદ કર્યો હતો. તેમણે વીજળીના ઊંચા બિલથી પરેશાન લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. બાદમાં લોકોને સંબોધતા […]

Continue Reading

સિન્ની શેટ્ટીએ જીત્યો Miss India 2022નો તાજ, જાણો તે કોણ છે?

કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કરી લીધો છે. સિનીએ અનેક ઇન્ટેલિજન્ટ અને બ્યૂટીફુલ કન્ટેસ્ટેન્ટને માત આપીને આ ખિતાબ પર પોતાનો કબજો જમાવ્યો છે. ફેમિના મિસ ઇન્ડિયા 2021 મનાસા વારાણસીએ મિસ ઇન્ડિયા 2022 સિની શેટ્ટીને તાજ પહેરાવ્યો હતો. રાજસ્થાનની રહેવાસી રૂબલ શેખાવત ફર્સ્ટ રનરઅપ રહી હતી, જયારે ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાન સેકન્ડ રનરઅપ […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસમાં નવાજુનીના એંધાણ: ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્મા સહીતના નેતાઓને હાઈકમાન્ડનું તેડું

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. ગુજરાત કોગ્રેસના કાર્યકર્તાઓમાં અવગણના અને ભેદભાવની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી ડો. રઘુ શર્માની સહીતના નેતાઓને હાઈકમાન્ડે દિલ્હીનું તેડું મોકલ્યું છે. આજે દિલ્હીમાં કોંગ્રેસની એક બેઠક મળશે જેમાં આગામી ગુજરાત વિધાનસભા […]

Continue Reading

હા EDને કારણે આ સરકાર બની છે…જાણો શા માટે દેવેન્દ્ર ફડણવીસે આમ કહ્યું

આજે શિંદે સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી મેળવી છે. સરકારને164 વિધાનસભ્યનું સમર્થન મળ્યું છે. બહુમતી મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પાછળ કેટલાક સભ્યો ઇડી ઇડી ચિલ્લાવી રહ્યા હતા. એ લોકો સાચુ કહી રહ્યા હતા. ઇ એટલે એકનાથ શિંદે અને ડી એટલે દેવેન્દ્ર ફડણવીસ. ફડણવીસે કહ્યું હતું કે જે સભ્યોએ બહાર રહીને વિશ્વાસ મત પાસ […]

Continue Reading

‘કાલી’ ડોક્યુમેન્ટરીના પોસ્ટર પર વિવાદ: મહાકાળી માતાને સિગારેટ પીતા જોઈને યુઝર્સ ભડક્યા, ફિલ્મમેકરની ધરપકડ કરવાની માગ કરી

ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઇની ડોક્યુમેન્ટરી ‘કાલી’નું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યુ છે. પોસ્ટર જોઇને હિન્દુ ધર્મથી જોડાયેલા લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. આને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થઇ ગયો છે. આ પોસ્ટરમાં મહાકાળી માતાનુ અપમાન કરવામાં આવ્યું છે. દેવીને આપત્તિજનક સ્થિતમાં દેખાડવામાં આવતા યૂઝર્સે લીનાને આડે હાથ લીધી છે. અનેક યૂઝર્સે […]

Continue Reading

સોશિયલ મીડિયા પર નફરત ફેલાતી અટકાવવા કેન્દ્ર સરકાર હેટ સ્પીચ વિરોધી કાયદો લાવશે, જાણો શું હશે આ કાયદામાં

હાલ દેશમાં હેટ સ્પીચને કારણે હિંસા, તોડફોડ અને ધાકધમકીના બનાવો ખુબ વધી રહ્યા છે. ખાસ કરી ને સોશિયલ મીડિયા પર લોકો સતત એક બીજા સમુદાયને લગતી દ્વેષપૂર્ણ સામગ્રી પોસ્ટ કેરે છે, જેને કારણે દેશમાં કોમી વૈમનસ્યતાનો મહોલ ઉભો થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં હેટ સ્પીચ પર લગામ લગાવવા કડક કાયદો લાવવા જઈ […]

Continue Reading

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ ખીણમાં ખાબકી, શાળાના વિદ્યાર્થીઓ સહિત 16 લોકોના મોતની આશંકા

આજે સવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. એક ખાનગી બસ શૈનશરથી સાંઈજ તરફ જઈ રહી હતી ત્યારે જંગલા ગામ પાસે ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત 16 લોકોના મોતની આશંકા છે. બસમાં 35 થી 40 લોકો સવાર હતા. આ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ થયો હતો. તંત્ર દ્વારા અકસ્માત […]

Continue Reading

કસાબને પણ આટલી સુરક્ષા આપવામાં આવી નહોતી, જેટલી બળવાખોર ધારાસભ્યોને અપાઇ રહી છે- આદિત્ય ઠાકરે

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર પર નિશાનો સાધતા બળવાખોર વિધાનસભ્યોની કડક સુરક્ષાને લઇને સવાલો ઉઠાવ્યા હતા. શિંદેના સમર્થક ધારાસભ્યો રવિવારે વિશેષ બસમાં નજીકની લકઝરી હોટેલમાંથી વિધાન ભવન પહોંચ્યા હતા. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે આતંકવાદી કસાબને પણ આટલી સુરક્ષા આપવામાં આવી નહોતી. અમે મુંબઈમાં આટલી બધી સુરક્ષા કયારેય નહોતી જોઇ. […]

Continue Reading

હિન્દુ-મુસ્લિમની એકતા: મુસ્લિમ પરિવારે હિન્દુની નનામીને કાંધ આપી, રામ નામ બોલતા-બોલતા ઘાટ પર લઈ જઇ અંતિમ સંસ્કાર કર્યા

દેશના કેટલાક રાજ્યોમાં એત તરફ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે બિહારની રાજધાની પટનામાં હિન્દુ-મુસ્લિમની એકતાનો પરિચય આપતો કિસ્સો સામે આવ્યો છે. સમનપુરા વિસ્તારના રાજા બજારમાં મુસ્લિમ પરિવારે એક હિન્દુની નનામીને કાંધ આપી હતી અને ‘રામ નામ સત્ય હૈ’ બોલીને તેને ઘાટ પર લઇ જઇ હિન્દુ રિતી રિવાજ સાથે […]

Continue Reading