Maharashtra Political crisis: મહારાષ્ટ્રનો મહાસંગ્રામ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતી કાલે થઈ શકે છે સુનાવણી

મહારાષ્ટ્રમાં સત્તાના મહાસંગ્રામ વચ્ચે શિવસેનાના એકનાથ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એકનાથ શિંદે કેમ્પ દ્વારા બે અરજી દાખલ કરવામાં આવી છે. બળવાખોર વિધાનસભ્યોને અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરવા માટેને પડકારતી એક અરજી કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે વિધાનસભામાં શિંદેની જગ્યાએ બીજા કોઈ વિધાનસભ્યને શિવસેના વિધાનમંડળના નેતા અને ચીફ વ્હિપ બનાવવાને પડકાર આપવામાં આવ્યો છે. એટલે કે ડેપ્યુટી સ્પીકરના આધિકારક્ષેત્રના અતિક્રમણને પણ મુદ્દો બનાવવામાં આવ્યો છે.

Continue Reading

Ranji Trophy: 41 વખતની વિજેતા મુંબઈને હરાવીને પ્રથમ વખત મધ્યપ્રદેશ બન્યું ચેમ્પિયન

મધ્યપ્રદેશની ટીમે ફાઈનલ મેચમાં મુંબઈને હરાવીને રણજી ટ્રોફી 2021-22નો ખિતાબ જીત્યો હતો. મધ્યપ્રદેશની ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. એમ ચિન્નાસ્વામી, બેંગલુરુ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશે મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા.

Continue Reading

Mumbaiમાં હળવા વરસાદે BMCની કામગીરીની ખોલી પોલ, ઉદ્ઘાટન થયાના અઠવાડિયામાં જ Borivali Flyoverની હાલત થઈ ખરાબ

બોરીવલી કોરા કેન્દ્ર ફ્લાયઓવર(Borivali kora Kendra Flyover) ને અઠવાડિયા પહેલા નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે અઠવાડિયાની અંદર જ થોડા વરસાદમાં ફ્લાયઓવરનો ડામર ઉખડવા માંડ્યો છે ત્યારે BMCની કામગીરી વિશે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

Continue Reading

મોટાભાઈએ પત્ની અને પૌત્રી સાથે માણી જંગલ સફારીની મજા! પ્રોટોકોલ તોડી પ્રવાસીઓને મળ્યાં

કેન્દ્રીય ગૃહ પ્રધાન હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે રવિવારે સવારે તેઓ SOU (statue of unity)ની મુલાકાત લીધી હતી અને પત્ની અને પૌત્રી સાથે જંગલ સફારીની મજા લીધી હતી. કેવડિયા SOUમાં VVIP મુલાકાત લેવાના હોય ત્યારે પ્રવાસીઓ માટે તે સમયે પ્રવેશ બંધ રાખવામાં આવે છે. જોકે, કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પ્રોટોકોલ તોડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીની જેમ જ પરિવાર સાથે માણી હતી. અમિત શાહ સાથે SOUનો પ્રવાસ કરતા જોઈ અન્ય પ્રવાસીઓ પણ ખુશ થયા હતાં.

Continue Reading

Maharashtra Crisis: શિવસેનાના વધુ એક વિધાનસભ્ય શિંદે જૂથમાં થયા સામેલ

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામામાં હવે ભાજપની પણ એન્ટ્રી થઈ ગઈ છે. કેન્દ્રની ભાજપ સરકારે શિવસનેનાના 15 બળવાખોર નેતાને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે, જેને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

Continue Reading

જમ્મુ અને કાશ્મીરમાં G-20 સમિટનું આયોજન, પાકિસ્તાનનો વિરોધ

ભારત આ વર્ષે 1 ડિસેમ્બરથી G20 નું પ્રમુખપદ સંભાળશે અને 2023 માં પ્રથમ વખત G20 નેતાઓની સમિટ બોલાવશે. સરકારે 2023માં G20 નેતાઓની સમિટ દરમિયાન કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવા માટે મનોહર જમ્મુ અને કાશ્મીર પર પસંદગી ઉતારી છે. G20 ના સભ્યોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, […]

Continue Reading

Team India ને ઝટકો! રોહિત શર્મા COVID-19 Positive

Mumbai: ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું BCCIએ જણાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં લિસેસ્ટરશાયર સાથે વોર્મઅપ મેચ રમી રહી છે. બે દિવસ સુધી રોહિત શર્મા ટીમમાં સામેલ હતાં, પરંતુ ત્રીજા દિવસે મેદાનમાં તે દેખાયો ન હોવાથી ક્રિકેટજગતમાં જાતજાતની ચર્ચા થઈ રહી હતી.

Continue Reading

Maharashtra Crisis: બળવાખોર ધારાસભ્યો પર સંજય રાઉતનો કટાક્ષ! કહ્યું, ક્યાં સુધી તમે ગુવાહાટીમાં છુપાશો

મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે શિંદે કેમ્પના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભાજપ શાસિત આસામના ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાશો? એક દિવસ તો મુંબઈમાં આવવું જ પડશે.

Continue Reading

UPના CMને નડ્યો અકસ્માત! હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, જાણો શું છે આખો મામલો

Varanasi: CM યોગી આદિત્યનાથ  બે દિવસ માટે વારાણસીના પ્રવાસ માટે ગયાં હતાં ત્યારે આજે તેઓ લખનઉ માટે રવાના થયા ત્યારે તેમના હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો, પરિણામે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાની ખબર સામે આવી રહી છે.

Continue Reading

USA Abortion Rights: સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે હોલીવૂડના કલાકારો, જાણો શું છે આખો મામલો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે અબોર્શનના યુનિવર્સલ રાઈટ્સને રદ કરવાનો ચુકાદો આપ્યા બાદ હોલીવૂડના કલાકારોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પોપ સિંગર ટેલર સ્વિફ્ટે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, હું ખૂબ જ ડરેલી છું. આટલા દાયકા બાદ લોકો પોતાના શરીર માટે અને હવે પોતાના અધિકાર માટે લડી રહ્યા છે. આજના ચુકાદાથી બધુ જ છીનવાઈ ગયું છે.

Continue Reading