ભોલાના સેટ પર અભિનેત્રી થઇ ઇજાગ્રસ્ત

ફિલ્મી ફંડા

અજય દેવગનની ભોલા ફિલ્મનું શૂટિંગ આજકાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અજયની સાથે તબ્બુ પણ છે. ફિલ્મમાં તે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે.
આ ફિલ્મમાં તબ્બુ હીરો અજય દેવગનની સાથે કેટલાક જોખમી સ્ટંટ પણ કરતી જોવા મળશે. આ બધા સ્ટંટ અભિનેત્રીએ બોડી ડબલનો ઉપયોગ કર્યા વગર જાતે કર્યા છે. ફિલ્મમાં અજય ભોલાની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.
ફિલ્મમાં ગાઢ જંગલમાં ટ્રક ચલાવવાનું શૂટ ચાલી રહ્યું હતું. નેશનલ એવોર્ડ વિજેતા તબ્બુ ટ્રક ચલાવી રહી હતી. કેટલાક ગુંડાઓ મોટરસાઇકલ પર તેની પાછળ પડ્યા હતા અને તબ્બુની ટ્રકનો પીછો કરી રહ્યા હતા.
આ ચેઝ દરમિયાન એક બાઇક તબ્બુની ટ્રક સાથે પૂરજોશમાં અથડાઇ હતી, જેને પરિણામે ટ્રકનો કાચ તૂટી ગયો હતો અને તેના ટૂકડા વિખેરાઇને જમીન પર પડ્યા હતા. અથડામણની અસર એટલી જોરદાર હતી કે એમાંના કાચનો એક ટૂકડો ઉડીને તબ્બુને જમણી આંખે વાગ્યો હતો અને અભિનેત્રીને ઇજા થઇ હતી. જોકે, તબ્બિની ઇજા નાની હોવાથી ટાંકા લેવાની જરૂર નહોતી પડી.
અજય દેવગને આ દરમિયાન પરિસ્થિતિનો હવાલો સંભાળી લીધો હતો અને તબ્બુને આરામ કરવા મોકલી આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.