અસીત મોદીને ફાઈનલી મળ્યા નવા તારક મહેતા, આ કલાકારની કરવામાં આવી પસંદગી

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ અચાનક શો છોડીને ફેન્સને ઝટકો આપ્યો હતો, જે બાદ તારક મહેતાના પાત્ર માટે નવા ચહેરાની શોધ મેકર્સ કરી રહ્યા હતાં. ફેન્સનો ઈંતેજાર હવે ખતમ થઈ ગયો છે અને શોના નવા પ્રોમોમાં તારક મહેતાની ઝલક જોવા મળી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફની પસંદગી કરવામાં આવી છે.
નોંધનીય છે કે મીડિયા રિપોર્ટ્સમાં પહેલા જ સામે આવી ગયું હતું કે જૂના તારક મહેતા શૈલેષ લોઢાને રિપ્લેસ કરવા માટે અભિનેતા સચિન શ્રોફને લાવવામાં આવશે. હાલમાં જ પ્રકાશ ઝાની હિટ વેબ સિરીઝ આશ્રમમાં સચિન શ્રોફ એક રાજકારણી તરીકે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’ માં પણ કામ કરી ચૂક્યા છે.

1 thought on “અસીત મોદીને ફાઈનલી મળ્યા નવા તારક મહેતા, આ કલાકારની કરવામાં આવી પસંદગી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.