ટીવીનો સૌથી પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો અવારનવાર ચર્ચાનું કારણ બનતો હોય છે ત્યારે વધુ એક કલાકારની શોમાંથી એક્ઝિટ થયા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટે શોને ટાટા બાયબાય કહી દીધું છે. છેલ્લાં ઘણા દિવસોથી તે શોમાંથી ગાયબ હોવાને કારણે રાજે શો છોડ્યાની ચર્ચા થઈ હતી. રાજે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે.
View this post on Instagram