Taapsee Pannuએ પોતાની જ ફિલ્મને Boycott કરવાની ફેન્સને કરી અપીલ, આ છે કારણ

ફિલ્મી ફંડા

અભિનેત્રી તાપસી પન્નુ પોતાની આગામી ફિલ્મ ‘દોબારા’ (Dobaaraa) ને લઈને ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત આ ફિલ્મ 19 ઓગસ્ટના રિલીઝ થશે અને આ દરમિયાન તેમણે ફિલ્મોના બાયકોટ થવા વિશે વાત કરી છે.

આમીર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મોને બાયકોટ કરવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો હોવાથી તાપસીને પોતાની ફિલ્મ વિશે ચિંતા સતાવે છે કે નહીં એ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તાપસીએ કહ્યું કે મારી ફિલ્મ પણ બાયકોટ થવી જોઈએ. હું અપીલ કરું છું કે બધા લોકો મારી ફિલ્મનો બહિષ્કાર કરે. આમીર ખાન અને અક્ષય કુમારની લીગમાં હું પણ સામેલ થવાની ઈચ્છા ધરાવું છું. કોઈ ક્રિટિક મારી ફિલ્મ ન જુએ તો મને કોઈ ફરક નથી પડતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.