રિપોર્ટરના એક સવાલથી ઉકળી તાપસી! કહ્યું, રિસર્ચ કરીને આવો, નહીં તો તમે લોકો જ કહેશો કે એક્ટર્સને મેનર્સ નથી

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ મીડિયાથી નારાજ થઈ હોવાના સમાચાર સામે ાવ્યા છે. ઓટીટી પ્લે એવોર્ડ્સ દરમિયાન રેડ કાર્પેટ પર મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેની ફિલ્મ દોબારાને નેગેટિવ રિવ્યુ વિશે વાત કરવામાં આવી ત્યારે તાપસી નારાજ થઈ હતી. તેણે રિપોર્ટરને કહ્યું હતું કે, આ સવાલ પૂછવા પહેલા હોમવર્ક કરીને આવો.

YouTube player

રિપોર્ટરે તેની દોબારા ફિલ્મને લઈને ચલાવવામાં આવેલા નેગેટિવ કેમ્પેઈનને લઈને સવાલ કર્યો હતો જેના જવાબમાં તાપસીએ કહ્યું હતું કે કોઈ ફિલ્મ સામે આવું ચલાવવામાં આવ્યું નથી. ત્યારબાદ રિપોર્ટર પોતાની વાત રજૂ કરે તે પહેલા જ તાપસી બોલી ઉઠી હતી કે, તમે પહેલા મારી વાતનો જવાબ આપો. કઈ ફિલ્મ સામે નેગેટિવ કેમ્પેઈન ચલાવવામાં નથી આવ્યું ત્યારે રિપોર્ટરે કહ્યું કે ક્રિટિક્સે પણ તમારી ફિલ્મ વિશે નેગેટિવ વાતો કહી હતી.
આ વાતો સાંભળીને તાપસી ઈરિટેટ થઈ ગઈ અને કહ્યું હતું કે, સવાલ પૂછવા પહેલા હોમવર્ક કરીને આવો. રિસર્ચ કર્યા બાદ જ મને સવાલ પૂછવો. ચિલ્લાઓ મત. પછી આ જ લોકો બોલે છે કે એક્ટર્સને મેનર્સ નથી.
તાપસીનું આ વર્તન લોકોને પસંદ આવી રહ્યું નથી. લોકો તેના આ બિહેવિયરને લઈને મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.