Homeટોપ ન્યૂઝટી-૨૦ વર્લ્ડ કપ: ભારતે રોમાંચક મેચમાં બંગલાદેશને પાંચ રનથી હરાવ્યું

ટી-૨૦ વર્લ્ડ કપ: ભારતે રોમાંચક મેચમાં બંગલાદેશને પાંચ રનથી હરાવ્યું

વિજયનો આનંદ: ટી-૨૦ વર્લ્ડ કપમાં બંગલાદેશ સામેના વિજયનો આનંદ મનાવતી ભારતીય ક્રિકેટ ટીમ. (પીટીઆઇ)

એડિલેડ: આઇસીસી વર્લ્ડ કપ ૨૦૨૨ની બંગલાદેશ સામેની મેચમાં ભારતે ડકવર્થ-લૂઇસ નિયમ હેઠળ પાંચ રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે બંગલાદેશની ટીમ સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પ્રથમ બૅટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલ અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૮૫ રન બનાવ્યા હતા. જવાબમાં વરસાદથી પ્રભાવિત થયેલી આ મેચમાં બંગલાદેશની ટીમે સારી શરૂઆત બાદ ૧૬ ઓવરમાં છ વિકેટ ગુમાવી ૧૪૫ રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કોહલીએ બંગલાદેશ સામે વર્લ્ડ કપની ત્રીજી અડધી સદી ફટકારી હતી. ભારતે બંગલાદેશને પાંચ રને હરાવી સંપૂર્ણ બે પોઈન્ટ્સ મેળવ્યા હતા અને આ સાથે જ ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને બીજા નંબર પર ધકેલી દીધું છે.
૧૮૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી બેગલાદેશની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર લિટન દાસે ૨૧ બૉલમાં અડધી સદી ફટકારી ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. વરસાદ વરસ્યો ત્યારે બાંગ્લાદેશે સાત ઓવરમાં ૬૬ રન ફટકારી દીધા હતા. જોકે વરસાદ બાદ મેચ ફરી શરૂ થઈ ત્યારે બાંગ્લાદેશને ડકવર્થ-લૂઇસ નિયમ હેઠળ ૧૬ ઓવરમાં ૧૫૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો.
વરસાદ બાદ મેચ શરૂ થઈ ત્યારે અશ્ર્વિનની ઓવરમાં કેએલ રાહુલના સીધા થ્રો દ્વારા લિટન દાસ રનઆઉટ થયો. લિટન દાસ ૬૦ રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યાર બાદ એક પણ બેટ્સમેન સારી ભાગાદારી કરી શક્યા નહોતા. ત્યાર બાદ નજમુલ સેન્ટો ૨૧ રન બનાવી મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ કેપ્ટન શાકિબ અલ હસને ૧૩ રન બનાવી અર્શદીપની ઓવરમાં આઉટ થયો હતો. ત્યાર બાદ અફિફ હુસેન ૩ અને યાસીર અલી ૧ રન બનાવી આઉટ થયા હતા. મેચના અંતિમ સમયમાં નુરૂલ હસન અને તાશ્કીન અહેમદે બાંગ્લાદેશના જીતની આશા જગાવી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. મોસાદક હુસૈન છ રન બનાવી આઉટ થયો હતો.
ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં ૨૦ રનની જરૂર હતી, હસને ચોગ્ગા અને છગ્ગા ફટકારીને મેચને વધુ રોમાંચક બનાવી દીધી હતી. બેગલાદેશને છેલ્લા બૉલ પર ૭ રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર એક રન બનાવી શકી હતી. નુરૂલ હસને અણનમ ૨૫ અને નજમુલ હુસૈન શાંતોએ ૨૧ રન ફટકાર્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી.
આ અગાઉ ટોસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ કરતા ભારતીય ટીમે ૬ વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા. કેએલ રાહુલે ૩૨ બૉલમાં ૫૦ રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. કેએલ રાહુલ અને વિરાટ કોહલીની શાનદાર અડધી સદીની મદદથી ભારતે ૬ વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા. કોહલી ૪૪ બૉલમાં ૬૪ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે અત્યાર સુધી વર્લ્ડ કપમાં નિષ્ફળ રહેલો કેએલ રાહુલ ૩૨ બૉલમાં ૫૦ રન બનાવી આઉટ થયો હતો. કેએલ રાહુલે ઇનિંગ દરમિયાન ચાર સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન રોહિત શર્મા ફક્ત બે રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ વિકેટ પડ્યા બાદ કેએલ અને વિરાટ કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. કેએલ રાહુલે ૩૧ બૉલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.
ત્યાર બાદ રમવા આવેલા સૂર્યકુમાર યાદવ ૧૬ બૉલમાં ૩૦ રન ફટકારી આઉટ થયો હતો. શાકિબ અલ હસને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી મેદાન પર આવેલ હાર્દિક પંડ્યા વધુ કંઈ કરી શક્યો ન હતો અને પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલીએ સતત એક છેડો સાચવી રાખ્યો હતો. તે ૪૪ બૉલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૬૪ રનની અણનમ ઇનિંગ રમીને પરત ફર્યો હતો. અંતમાં આર અશ્ર્વિને આવીને ૬ બૉલમાં ૧૩ રનની ઇનિંગ રમીને ટીમને ૧૮૪ રન સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી હસન મહમુદે ત્રણ વિકેટ ઝડપી હતી. તે સિવાય શાકીબ અલ હસને બે વિકેટ ઝડપી હતી.
આઇસીસી ટી-૨૦ વર્લ્ડકપમાં બંગલાદેશ સામેની મહત્ત્વપૂર્ણ મેચમાં ટીમ ઇન્ડિયાએ ૧૮૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી અને કેએલ રાહુલની આક્રમક ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિગ કરતાં છ વિકેટ ગુમાવી ૧૮૪ રન ફટકાર્યા હતા.
અગાઉ બંગલાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલ અને વિરાટ કોહલીની શાનદાર અડધી સદીની મદદથી ભારતે ૬ વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા. કોહલી ૪૪ બોલમાં ૬૪ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે અત્યાર સુધી વર્લ્ડકપમાં નિષ્ફળ રહેલો કેએલ રાહુલ ૩૨ બોલમાં ૫૦ રન બનાવી આઉટ કર્યો હતો. કેએલ રાહુલે ઇનિંગ દરમિયાન ચાર સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન રોહિત શર્મા ફક્ત બે રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ વિકેટ પડ્યા બાદ કેએલ અને વિરાટ કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. કેએલ રાહુલે ૩૧ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.
ત્યારબાદ રમવા આવેલા સૂર્યકુમાર યાદવ ૧૬ બોલમાં ૩૦ રન ફટકારી આઉટ થયો હતો. શાકિબ અલ હસને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી મેદાન પર આવેલ હાર્દિક પંડ્યા વધુ કંઈ કરી શક્યો ન હતો અને ૫ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલીએ એક છેડો સતત સાચવી રાખ્યો હતો. તે ૪૪ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૬૪ રનની અણનમ ઇનિંગ રમીને પરત ફર્યો હતો. અંતમાં આર અશ્વિને આવીને ૬ બોલમાં ૧૩ રનની ઇનિંગ રમીને ટીમને ૧૮૪ રન સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

RELATED ARTICLES

Most Popular