T20 World Cup 2022: ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ, જાણો નવી જર્સીમાં ત્રણ સ્ટાર્સનું શું છે મહત્વ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે. એ પહેલા ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. આ નવી જર્સી લાઈટ બ્લુ રંગની છે. જેમાં ત્રણ સ્ટાર છે. જર્સીની તસવીર સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ભારતના પુરૂષ ક્રિકેટરોની સાથે સાથે મહિલા ખેલાડીઓ પણ નવી જર્સીમાં રમતા જોવા મળશે. BCCIએ લોન્ચ કરેલી તસ્વીરમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળી રહ્યા છે.
ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમવાની છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ત્રણ-ત્રણ મેચની ટી20 સીરીઝ રમશે. 20 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ટી20 સિરીઝમાં ભારતીય ખેલાડીઓ આ નવી જર્સીમાં જોવા મળશે.
આ વખતે જર્સીના રંગ તરીકે લાઈટ બ્લુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ ભારતીય ટીમ ડાર્ક બ્લુ રંગની જર્સી પહેરતી હતી. 2007માં આયોજિત પ્રથમ T20 વર્લ્ડ કપમાં વિજેતા રહેલી ભારતીય ટીમની જર્સીમાં પણ આછા વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સીમાં ત્રણ સ્ટાર્સ છે. વાસ્તવમાં, આ ત્રણ સ્ટાર ભારતીય ટીમના ત્રણ વખત વર્લ્ડ કપ જીતવાની નિશાની છે ભારતીય ટીમે કપિલ દેવની આગેવાનીમાં 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર બાદ વર્ષ 2007માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ બે વર્લ્ડ કપ પછી ભારતીય ટીમે વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચોથી વખત વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે ઉતરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.