ટી-20 વર્લ્ડ કરના સુપર 12 મેચમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે સિડનીમાં રમાયેલી મેટમાં ટીમ ઈન્ડિયાએ 56 રને જીત મેળવી છે. આ મેચમાં ભારતીય બોલર્સનો તરખાટ જોવા મળ્યો હતો. ભુવનેશ્વર, અશ્વિન, અક્ષર પટેલ અને અર્શદીપના ભાગે 2-2 વિકેટ આવી હતી અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી હતી. ભારતે પહેલી વાર બેટિંગ કરીને નિર્ધારિત ઓવરમાં બે વિકેટના નુકસાને 179 રન બનાવ્યા હતાં. ક્રિકેટના કિંગ કોહલીએ ફરી એક વાર શાનહાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 44 બોલમાં 62 પન બનાવ્યા હતાં ત્યારે સૂર્ય કુમાર યાદવે 25 બોલમાં 51 રન બનાવ્યા હતાં. રોહિત શર્માએ પણ 53 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ હજુ પણ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. આજની મેચમાં તે 12 બોલમાં નવ રન બનાવીને આઉટ થયો હતો ત્યારે પાકિસ્તાન સામેની મેચમાં પણ તેણે ફક્ત ચાર રન બનાવીને પવેલિયન પાછો ફર્યો હતો. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં હવે ટૉપ પર પહોંચી ગઈ છે. સૂર્યાને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.