Homeટોપ ન્યૂઝT20 World Cup 2022: ICCએ બદલ્યા સેમીફાઈનલ અને ફાઈનલના નિયમો

T20 World Cup 2022: ICCએ બદલ્યા સેમીફાઈનલ અને ફાઈનલના નિયમો

ટી-20 વર્લ્ડકપ માટે ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ દરમિયાન વરસાદ અથવા કોઈ અન્ય કારણોસર મેચમાં અવરોધ ઉભા થાય તો ડકવર્થ લુઈસ નિયમ અનુસાર મેચનો નિર્ણય ત્યારે જ લેવાશે જ્યારે બંને ટીમ 10-10 ઓવર રમી ચૂકી હશે. નોંધનીય છે કે ટી-20 ઈન્ટરનેશનલમાં વરસાદના વિઘ્નને કારણે પાંચ-પાંચ ઓવર રમાયા બાદ ડેથવર્થ લુઈસનો નિયમ લાગુ કરવામાં આવે છે.
ટી-20 વર્લ્ડકપમાં આ વખતે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ દરમિયાન રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો વરસાદને કારણે નિર્ધારિત તારીખે બંને ટીમો વચ્ચે 10-10 ઓવર્સની મેચ નહીં રમાઈ તો રિઝર્વ ડેનો પ્રયોગ કરવામાં આવશે. આ સાથે સેમીફાઈનલની મેચમાં જો વરસાદને કારણે રિઝર્વ ડેમાં પણ પરિણામ નહીં આવ્યું તો ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચી જશે.
જો ફાઈનલ મેચમાં વરસાદ અવરોધ ઉભો કરે તો બંને ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ 2022ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકાની ટીમ સંયુક્ત વિજેતા રહી હતી.
ટી-20 વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ મેચ નવમી નવેમ્બરના રોજ સીડની, બીજી મેચ 10 નવેમ્બરના એડિલેડમાં અને ફાઈનલ મેચ 13 નવેમ્બરના મેલબર્નના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

RELATED ARTICLES

Most Popular