સૂર્યકુમારના ૫૧ બૉલમાં ૧૧૨ રન
રાજકોટ: અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-૨૦ મૅચ તેમ જ શ્રેણી ભારતે જીતી હતી. ભારતે સૂર્યકુમાર યાદવની અણનમ સદીની મદદથી પાંચ વિકેટને ભોગે ૨૨૮ રન નોંધાવ્યા હતા, જ્યારે શ્રીલંકાએ ૧૬.૪ ઓવરમાં ૧૦ વિકેટે ૧૩૭ રન કર્યા હતા. ભારત વતી અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લીધી હતી. સૂર્યકુમાર યાદવે ૫૧ બૉલમાં અણનમ ૧૧૨ રન નોંધાવ્યા હતા. પ્રથમ બૅટિંગમાં ઊતરેલી ભારતની ટીમે ઈશાન કિશન (એક રન)ની વિકેટ આરંભમાં જ ગુમાવી દીધી હતી.
જોકે, બાદમાં શુભમન ગિલ (૪૮ રન), રાહુલ ત્રિપાઠી (૧૬ બૉલમાં ૩૫ રન) અને સૂર્યકુમાર (અણનમ ૧૧૨ રન)એ બાજી સંભાળી લીધી હતી અને સ્કૉર ૨૨૮ રન પર પહોંચાડ્યો હતો. ઉ