Homeપુરુષકાફીર લાઈમ નામનાં લીંબુનાં પાનમાં છુપાયેલો છે સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ખજાનો

કાફીર લાઈમ નામનાં લીંબુનાં પાનમાં છુપાયેલો છે સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ખજાનો

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા

આપણે વિવિધ મોસમને અનુકૂળ પત્તેદાર ભાજીનો ઉપયોગ આહારમાં કરતાં જ હોઈએ છીએ. લીંબુનો ઉપયોગ શરબત કે સલાડમાં કરતાં જ હોઈએ છીએ. શું આપે ક્યારેય લીંબુના પાનનો ઉપયોગ આહારમાં ર્ક્યો છે? જો ના ર્ક્યો હોય તો હવે જરૂરથી કરજો. લીંબુના પાનમાં સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ખજાનો સમાયેલો છે. જે સ્વાસ્થ્યને તંદુરસ્તી બક્ષવામાં ગુણકારી ગણવામાં આવે છે. કાફીર લાઈમના પાનનો ઉપયોગ ભારતીય વાનગીની સરખામણીમાં થાઈ વાનગીમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. કાફીર લાઈમના પાનનો ઉપયોગ સાઉથ-ઈસ્ટ એશિયન દેશોમાં ખાસ કરવામાં આવતો હોય છે.
આજે અનેક ભારતીયો પણ થાઈ વાનગીના દીવાના બનેલા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ કાફીર લાઈમના પાનનો વાનગીમાં કરવામાં આવતો ઉપયોગ છે. કાફીર લાઈમ એટલે એવા જે દેખાવમાં લીલા- ઉપરનું પડ જરા ખરબચડું હોય તેવા જોવા મળે છે. અંદરનો ગર આછા પીળા રંગનો જોવા મળે છે. પાકી જતાં તેનો રંગ પીળો બની જાય છે. ટૂંકમાં કહીએ તો લીલી મોસંબી જેવા દેખાતા હોય છે. કાફીર લાઈમનો તથા તેના પાનનો ઉપયોગ કરીને ખાસ અરોમા તેલ બનાવવામાં આવે છે જેની મસાજ કપાળે તથા શરીરે કરવાથી માનસિક તાણથી રાહત મેળવી શકાય છે. તેલને સૂંઘવાથી પણ મન પ્રફુલ્લિત બની જતું હોય છે. ઘેરા લીલા રંગના થોડાં ચમકદાર પાનનો ઉપયોગ કરતી વખતે તેને ઝીણાં સમારીને કે હાથેથી મસળીને હળવાં વાટીને ઉપયોગ કરવામાં આવે છે. વિટામિન સી, ડાયેટરી ફાઈબર, કૅલ્શિયમ, ફોલેટ વિટામિન બી-૬, પોટેશિયમ, વિટામિન બી-૧, મેગ્નેશિયમ, રિબોફ્લેવીન, ફોસ્ફરસ તથા પેન્ટોથેનિક એસિડની માત્રા પણ સમાયેલી જોવા મળે છે.
કાફીર લાઈમના પાનના ફાયદા જાણી લઈએ :
માનસિક તાણને ભગાવે છે:
કાફીર લાઈમના પાનની એક આગવી સુવાસ જોવા મળે છે. જેમ ગરમીમાં લીંબુનું શરબત પીવાથી જે ઠંડક શરીરને મળે છે તેવી જ ઠંડક કાફીર લાઈમના પાનનો ઉપયોગ વાનગીમાં કરવાથી શરીરને મળે છે. તેનું મુખ્ય કારણ પાનનો સ્વાદ તથા સોડમ ગણવામાં આવે છે.
મોંની દુર્ગંધ દૂર કરવામાં ઉપયોગી :
ટૂથ-પેસ્ટની શોધ થઈ તે પહેલાં સાઉથ-ઈસ્ટ એશિયાના લોકો મોંની સ્વચ્છતા જાળવવા કાફીર લાઈમના પાન ચાવી જતાં હતાં. થોડા સમય પહેલાં થાઈલૅન્ડમાં વૈજ્ઞાનિકોએ કાફીર લાઈમના પાન તથા જામફળનો ઉપયોગ કરીને એક પાઉડરનું મિશ્રણ તૈયાર ર્ક્યું હતું. આ મિશ્રણનો ઉપયોગ લસણની વાસ મોંમાંથી દૂર કરવા માટે કરવામાં આવતો હતો. કાફીર લાઈમના પાનમાં કુદરતી રીતે જ ઍન્ટિ બૅક્ટેરિયલના ગુણ સમાયેલાં છે. પાનને દાંત ઉપર રગડવાથી કે પાનને પેઢાં ઉપર રગડવાથી મોંમાંથી આવતી બદબૂ દૂર કરી શકાય છે. વળી દાંત તથા પેઢાં ઉપર રગડવાથી દાંતનો સડો તથા મોંમાં જોવા મળતાં હાનિકારક જંતુનો નાશ કરવામાં સહાય બને છે.
ત્વચા ચમકદાર બનાવવામાં ઉપયોગી :
કાફીર લાઈમના પાન તથા તેની લાઈમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતું આયુર્વેદિક તેલ ત્વચાને ચમકીલી બનાવવામાં ઉપયોગી છે. ચહેરા ઉપર ખીલની તકલીફ હોય તેવા સંજોગોમાં તેલની મસાજ કરવાથી ચહેરો ચમકે છે.
મચ્છર તથા જીવાણુથી બચાવવામાં ઉપયોગી :
સામાન્ય રીતે વિદેશની મુસાફરી વારંવાર કરતી વ્યક્તિઓને ખ્યાલ હશે જ કે અન્ય દેશના મચ્છર કે જીવાણુના અચાનક હુમલાથી ત્વચા ઉપર ખંજવાળ કે લાલચોળ ચકામા ઊપસી આવતાં હોય છે. આથી જ વિદેશની મુસાફરી કરનાર વ્યક્તિને ખાસ સલાહ આપવામાં આવે છે કે મચ્છર કે જીવાણુના ડંખથી બચવું હોય તો ચોક્કસ પ્રકારનું ક્રિમને શરીર ઉપર લગાવી લેવું જ જોઈએ. તેમ ન કરવાથી મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગનો શિકાર સરળતાથી બની શકાય છે. વળી તમારી વિદેશી મુસાફરીની મજા પણ બગડી જાય તેમ પણ બની શકે. આવા સંજોગોમાં કાફીર લાઈમના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવતાં તેલનો ઉપયોગ કરવો હિતાવહ છે. પ્રાકૃતિક રીતે બનાવવામાં આવેલાં તેલને શરીર ઉપર ઘસી લેવાનું હોય છે. જ્યારે બજારમાં મળતાં કેમિકલથી ભરપૂર રિપેલન્ટનો ઉપયોગ કરવાથી લાંબે ગાળે ત્વચાને નુકસાન થવાની શક્યતા વધી જતી હોય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લાભકારક :
કાફીર લાઈમમાં ઍન્ટિ-બેક્ટેરિયલ તથા ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો સમાયેલાં છે. તેથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી શરીરની પાચનક્રિયા સુધારવામાં મદદ મળે છે. પાચનક્રિયા નબળી હોય કે ગેસની તકલીફ વારંવાર સતાવતી હોય તેમણે આ કાફીર લાઈમનો તથા તેના પાનનો ઉપયોગ આહારમાં કરવો લાભકારક બને છે.
શરીર ઉપર થતાં સોજાને કાબૂમાં લેવામાં ગુણકારી : વય વધવાની સાથે અનેક વખત હાડકાં સંબંધિત તકલીફ થતી જોવા મળે છે. પગે સોજા આવવાં, ઘૂંટણમાં કળતર થવું, ચાલવાથી કે લાંબો સમય બેસી રહેવાથી સોજા વધવાં લાગે છે. આવા સંજોગોમાં કાફીર લાઈમના તેલથી મસાજ કરવાથી દુખાવામાં રાહત મળે છે. વળી કાફીર લાઈમનો ઉપયોગ કરીને લીંબુ પાણી બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. માઈગ્રેન કે માથાના દુખાવામાં પણ રસનો ઉપયોગ ગુણકારી ગણાય છે. પિત્તની તકલીફ હોય તેમણે સમજી વિચારીને ઉપયોગ કરવો હિતાવહ છે.
સ્વાસ્થ્ય માટે તથા પાચનતંત્ર માટે અત્યંત ગુણકારી કાફીર લાઈમ પાનની વાનગી પણ જાણી લઈએ.
ટૉમ યમ સૂપ :
સામગ્રી : ૫ કપ વેજિટેબલ સ્ટૉક, ૧ ટે. સ્પૂન થાઈ કરી પેસ્ટ,૪-૫ કાફીર લાઈમ પાન, ૧ નાની દાંડી લૅમન ગ્રાસ, ૧ નાનો કપ ફણસી, ૧ નાનો કપ બ્રોકલી, ૧ નાનો કપ બેબી કૉર્ન,૧ કપ લાંબાં પાતળા કાપેલાં ગાજર, ૨ નંગ મશરૂમ ઝીણાં કાપેલાં, ૧ નાનો ટુકડો આદુ છીણેલું, ૧ નાનો કપ પનીરના ટુકડા, સજાવટ માટે કોથમીર
બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈમાં વેજિટેબલ સ્ટૉક ઉકાળવા મૂકો. તેમાં ૧ ટે.સ્પૂન થાઈ કરી પેસ્ટ ભેળવો. કાફીર લાઈમના પાનને હાથેથી ઝીણાં કાપીને ભેળવો, ૧ નાની દાંડી લૅમન ગ્રાસની ભેળવીને સ્ટૉકને ૩-૪ મિનિટ ઉકાળીને ગાળી લેવો. ગાળી લીધા બાદ પાછો મોટી કડાઈમાં ઉકાળવા મૂકવો. તેમાં ઝીણી સમારેલી ફણસી, ઝીણી કાપેલી બ્રોકલી, ૧ કપ બેબી કૉર્ન, ગાજરની લાંબી પાતળી છીણ, મશરૂમને સાફ કરીને કાપેલાં ટુકડા નાંખીને ૫-૭ મિનિટ ઉકાળવું. સ્વાદ પ્રમાણે વિનેગર, સૉયા સોસ તથા મીઠું ઉમેરી ગેસ બંધ ર્ક્યા બાદ તેમાં પનીર કે ટોફૂ ભેળવી કોથમીરથી સજાવીને ગરમા-ગરમ સર્વ કરવું. થાઈ કરી પેસ્ટ થોડી ધમધમાટ હોવાથી તેની માત્રા કાળજી લઈને વાપરવી. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular