શાહરૂખ ખાને મારું જીવન બરબાદ કરી નાખ્યુ, સ્વરા ભાસ્કરનો મોટો આરોપ

ફિલ્મી ફંડા

સ્વરા ભાસ્કર એક બિન્દાસ અભિનેત્રી છે. તે કોઇ પણ બાબતમાં ખુલ્લા દિલે પોતાના અભિપ્રાયો આપતી હોય છે. લોકોની ચિંતા, પરવા કર્યા વગર તે બેધડક પોતાની વાત રજૂ કરતી હોય છે. પોતાની ફિલ્મો કરતા પોતાના નિવેદનો માટે તે વધુ વિવાદમાં રહેતી હોય છે. હવે એક વાર ફરીથી તેણે એવું નિવેદન આપ્યું છે કે જેના વિશે વિવાદ થઇ શકે છે. આ વખતે તો સ્વરા ભાસ્કરે શાહરૂખ ખાન પર જ આરોપ લગાવી દીધો છે. તાજેતરમાં એક મુલાકાતમાં સ્વરાએ જણાવ્યું હતું કે ફિલ્મ અભિનેતા શહરૂખ ખાને તેની લવ લાઇફ બરબાદ કરી નાખી છે.
તાજેતરમાં જ એક મુલાકાતમાં સ્વરાએ જણાવ્યું હતું કે, તેની લવ લાઇફ બરબાદ કરવા માટે તે આદિત્ય ચોપરા અને શાહરૂખ ખાનને જવાબદાર માને છે. ‘હું નાની હતી ત્યારે મેં શાહરૂખ ખાનની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ જોઇ હતી. ત્યારથી હું મારા રાજની શોધ કરી રહી છું જે અસલ ફિલ્મના રાજ જેવો જ દેખાતો હોય, તેનો નેચર પણ રાજ જેવો જ હોય. જોકે, મને એ વાત સમજતા વર્ષો લાગી ગયા કે રિયલ લાઇફમાં કોઇ રાજ હોતો જ નથી. મને એમ લાગે છે કે રિલેશનશીપમાં હું સારી નથી. હું જાણું છું કે સિંગલ લાઇફ કઠિન છે, પણ યોગ્ય પાર્ટનર શોધવો એ કચરો ફ્લ્ટિર કરવા જેવું છે.’
ટૂંક સમય જ સ્વરા ફિલ્મ ‘જહાં ચાર યાર’ માં જોવા મળશે. આ ફિલ્મમાં સ્વરા ઉપરાંત અભિનેત્રી પૂજા ચોપડા, શિખા તલસાનિયા અને મેહર વિજ પણ અગત્યની ભૂમિકા નિભાવે છે. આ ફિલ્મમાં ચાર મહિલાની વાત દર્શાવવામાં આવી છે. આ મહિલા પ્રધાન ફિલ્મ 16 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. સ્વરા છેલ્લે 2018માં ‘વીરે દી વેડિંગ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સ્વરા સાથે કરીના કપૂર અને સોનમ કપૂર પણ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.