Homeટોપ ન્યૂઝસ્વામી પ્રસાદ મૌર્યએ RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનનું સ્વાગત કર્યું

સ્વામી પ્રસાદ મૌર્યએ RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનનું સ્વાગત કર્યું

રામચરિતમાનસ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં રહેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ આરએસએસના પમુખ મોહન ભાગવતે આપેલા નિવેદનનું સ્વાગત કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વામી પ્રસાદ મૌર્ય રામચરિતમાનસમાં દલિતો અને મહિલા પર લખાયેલા આપત્તિજનક શ્લોક વિષે ખુલીને બોલી રહ્યા છે. હવે તેમણે મોહન ભાગવતના ‘પંડિતો’ પરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, “જાતિ વ્યવસ્થા પંડિતો (બ્રાહ્મણો) દ્વારા બનાવવામાં આવી હોવાનું કહીને આરએસએસના વડા શ્રી ભાગવતે કહેવાતા ધાર્મિક ઠેકેદારો અને દંભીઓનો પર્દાફાશ કર્યો જેઓ ધર્મની આડમાં મહિલાઓ, આદિવાસીઓ, દલિતો અને પછાત લોકોનું શોષણ કરે છે. કમ સે કમ હવે રામચરિતમાનસમાંથી વાંધાજનક ટિપ્પણી દૂર કરવા આગળ આવો.”
સ્વામી પ્રસાદ મૌર્યએ વધુમાં કહ્યું કે, “જો આ નિવેદન મજબૂરીમાં આપેલું ના હોય તો, હિંમત બતાવીને કેન્દ્ર સરકાર અપીલ કરો કે રામચરિતમાનસમાંથી જાતિવાદી શબ્દોનો નીચ, અધમ કહીને મહિલાઓ, આદિવાસીઓ, દલિતો અને પછાત લોકોને ઉત્પીડન અને અપમાનિત કરનારા શ્લોકોને દૂર કરે. માત્ર નિવેદન આપીને તેને ઢાંકી દેવાથી કામ નહિ ચાલે.”

“>

સરસંઘચાલક મોહન ભાગવતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભગવાને હંમેશા કહ્યું છે કે મારા માટે દરેક એક સમાન છે. તેમની વચ્ચે કોઈ જાતિ, વર્ણ નથી, પરંતુ પંડિતોએ આવી શ્રેણીઓ બનાવી છે, તે ખોટું છે. દેશમાં વિવેક, ચેતના બધા એક છે, કોઈ તફાવત નથી. ફક્ત મત અલગ અલગ છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular