આતંકી હુમલાની આશંકા: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ચાર શકમંદોની અટકાયત કરાઈ, ISIS સાથે સંપર્કમાં હોવાની શંકા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે એવામાં તેમની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર અને એટીએસ સઘન વોચ રાખી રહ્યું છે. વડાપ્રધાનની મુલાકાત પહેલા જ એટીએસએ વડોદરા અને અમદવાદમાંથી શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને આધારે ચાર સખ્શોની અટકાયત કરી છે. હાલ એટીએસ ચારેયની સઘન પૂછપરછ કરી રહી છે. તેઓ આતંકવાદી સંગઠન સાથે સંપર્કમાં હોવાની શંકા સેવાઇ રહી છે.
નોંધનીય છે કે પ્રોફેટ મોહમ્મદ પર વાંધાજનક ટીપ્પણીને થયેલા વિવાદને પગલે આતંકવાદી સંગઠન અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટે ભારતના વિવિધ રાજ્યમાં હુમલો કરવાની ધમકી આપી છે જેણે લઈને કેન્દ્રીય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગુજરતમાં ચૂંટણીઓ નજીક હોય અને વડપ્રધાન ગુજરાત આવવના હોય ત્યારે રાજ્યનો એટીએસ વિભાગ રાજ્યમાં ચાલતી શંકાસ્પદ ગતિવિધિ પર સતત નજર રાખી રહ્યું છે. આ દરમિયાન બુધવારે વેહલી સવારે એટીએસની ટીમે વડોદરાનાં વાડી તાઇવાડામાં રહેતા ડો. સાદાબ પાનવાલા અને ફતેગંજ વિસ્તારમાં રહેતી સાબિહા નામની યુવતીની શકાસ્પદ નાણાકીય વ્યવહારોને લઈને અટકાયત કરી છે હાલ એટીએસની ટીમ તેમને અમદાવાદ લઇ જઇ પૂછપરછ કરી રહી છે.
આ ઉપરાંત અમદાવાદ દાણીલીમડા વિતારમાં આવેલી એક ફેક્ટરી સંચાલક પઠાણની પણ એટીએસ દ્વારા લાંબી પૂછપરછ શરૂ કરી હતી જે ગુરુવાર સુધી ચાલી હતી. ગોધરાના ભંગારનાં વેપારી ઇશાકની પણ એટીએસની બીજી ટીમે એ જ સમયે પૂછપછર કરી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ શકમંદો આઇ.એસ.આઇ.એસના હેન્ડલર સાથે સોશિયલ મીડિયા થી સતત સંપર્કમાં હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસની નજરથી બચવા વિદેશથી બેંકના અંગત ખાતામાં નાની નાની રકમ અલગ અલગ ખાતાઓમાં મેળવતા હતા. તેમના લેપટોપ અને મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. એટીએસ આ શંકાસ્પદ સખ્શોએ કરેલી ચેટની પણ તપાસ કરી રહી છે જેમાં વધુ વિગતો બહાર આવી શકે છે.
વડાપ્રધાન મોદી આવતીકાલે ૧૮ જૂને વડોદરાના પ્રવાસે છે. વડાપ્રધાનના પ્રવાસને પગલે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આજવા રોડ લેપ્રસી મેદાન ખાતે કડક સુરક્ષા મૂકાઈ છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે. સભાસ્થળે કોઈ પણ શંકાસ્પદ વસ્તું છે કે નહીં તે ચેકિંગ કરાઈ રહ્યુ છે. હેન્ડ ડિટેક્ટર મશીનથી સ્ટેજ પાસે અને સ્ટેજની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ મહંમદ પયંગબર વિશે ટિપ્પણી બાદ અલકાયદાએ ગુજરાત સહિત દેશના અનેક મોટા શહેરોમાં આતંકવાદી હુમલાની ધમકી આપી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.