Homeટોપ ન્યૂઝઓડિશામાં વધુ એક રશિયન નાગરિકનું મોત, 15 દિવસમાં ત્રીજો કેસ આવતા સસ્પેન્સ...

ઓડિશામાં વધુ એક રશિયન નાગરિકનું મોત, 15 દિવસમાં ત્રીજો કેસ આવતા સસ્પેન્સ વધ્યું

ઓડિશામાં અન્ય રશિયન નાગરિકના મૃત્યુનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં આ ત્રીજો કેસ છે. મૃતકની ઓળખ 51 વર્ષીય મિલિયાકોવ સર્ગેઈ તરીકે થઈ છે. જગતસિંહપુર જિલ્લાના પારાદીપ બંદર પર લાંગરેલા જહાજમાંથી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. આ પહેલા પણ રશિયન સાંસદનું રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. હવે વધુ એક મોત બાદ રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે.
આ જહાજ બાંગ્લાદેશના ચટગાંવ બંદરથી પારાદીપ થઈને મુંબઈ જઈ રહ્યું હતું. સવારે લગભગ 4.30 વાગ્યે રશિયન શિપની ચેમ્બરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. આ પહેલા ઓડિશામાં પુતિનના ટીકાકાર પાવેલ એન્ટોવના મોતનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અંતિમ સંસ્કાર પહેલા સાંસદના વિસેરાને સાચવવામાં આવ્યા ન હતા અને પોલીસે તેના સેમ્પલ મંગાવ્યા ન હતા.
ઓડિશામાં છેલ્લા 15 દિવસમાં ત્રણ રશિયન નાગરિકોના મોતના મામલા સામે આવ્યા છે. અગાઉ 24 ડિસેમ્બરે, ઉદ્યોગપતિ એન્ટોનોવનું ગયા શનિવારે હોટલના ત્રીજા માળેથી પડીને મૃત્યુ થયું હતું. પાવેલ એન્ટોનોવ રશિયન પ્રમુખ પુતિનનો કટ્ટર ટીકાકાર મનાતો હતો. 22 ડિસેમ્બરે આ જ હોટલમાં અન્ય એક રશિયન પ્રવાસીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. હોટલના સ્ટાફે જણાવ્યું હતું કે આખા રૂમમાં તૂટેલી દારૂની બોટલો અને પ્લેટો પથરાયેલી હતી.
15 દિવસમાં ઉપરાઉપરી ત્રણ રશિયનોના મૃત્યુ કેસ અંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક એસ કે બંસલે કહ્યું હતું કે સીઆઈડી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ રશિયન સાંસદ સહિત બે રશિયન નાગરિકોના મૃત્યુની તપાસ કરી રહી છે. અને તેમને હજુ સુધી આ કેસમાં “કોઈ ગેરરીતિના પુરાવા મળ્યા નથી”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular